કારમાંથી કચરો બહાર ફેંકાશે તો ડ્રાઈવરને ૭૫ પાઉન્ડનો દંડ

Wednesday 19th April 2017 06:29 EDT
 
 

લંડનઃ કોઈ પણ કારમાંથી કચરો બહાર ફેંકાશે તેનો ડ્રાઈવર ૭૫ પાઉન્ડના દંડને પાત્ર બનશે. આ કચરો ડ્રાઈવરે ન ફેંક્યો હોય તો પણ તે જવાબદાર ગણાશે. સરકારના નવા કડક નિયમો અનુસાર કારમાં પ્રવાસીઓના કૃત્ય માટે કારમાલિકોને દંડ કરવામાં આવશે. લંડનમાં આ પગલાંનો અમલ ચાલુ કરી દેવાયો છે. જો કાઉન્સિલ દ્વારા પોતાના દંડનું પ્રમાણ નિશ્ચિત ન કરાય તેવી સ્થિતિમાં ૭૫ પાઉન્ડનો દંડ કરી શકાશે.

બીજી તરફ, શેરીઓમાં કચરો ફેંકતા પકડાશે તે કોઈને પણ ૧૫૦ પાઉન્ડ સુધીનો દંડ ભરવાનો થશે. અત્યારે કાઉન્સિલો દ્વારા આ દંડનું પ્રમાણ ૫૦ થી ૮૦ પાઉન્ડ વચ્ચેનું છે. જોકે, નિયમોમાં ફેરફાર કાઉન્સિલોને પણ લાગુ પડશે. અત્યારે DIY હાઉસહોલ્ડ વેસ્ટનો સ્થાનિક ડમ્પસાઈટ પર નિકાલ કરવા માટે નાગરિકો પાસેથી વસૂલ કરાતો ચાર્જ કાઉન્સિલો લઈ શકશે નહિ.

પ્રથમ રાષ્ટ્રીય કચરાનીતિ વિશે ટીપ્પણી કરતા એન્વિરોનમેન્ટ સેક્રેટરી આન્દ્રેઆ લીડસોમે જણાવ્યું હતું કે કચરો પર્યાવરણ અને આપણને બધાને ખરાબ અસર કરે છે. દેશની છબી પણ બગાડે છે. આ પગલાથી દેશના સફાઈબિલમાં આશરે ૮૦૦ મિલિયન પાઉન્ડનો કાપ આવી જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter