કાર્ડિફઃ હવેથી તમારે જીભ પર કાબૂ રાખવો પડશે. કાર્ડિફ મેટ્રોપોલિટન યુનિવર્સિટીએ સર્વસમાવેશી ભાષા વિશે તેની આચારસંહિતા મુજબ જાતિવિષયક સમાનતાની તરફેણ કરીને ‘મેનકાઈન્ડ’ અને ‘જેન્ટલમેન્સ એગ્રીમેન્ટ’ જેવા શબ્દોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.
યુનિવર્સિટીએ ઔચિત્ય અને સમાનતાને પ્રોત્સાહન પૂરું પાડવા માટે શબ્દોના ઉપયોગની સંહિતા ઘડી છે. વિદ્યાર્થીઓને તેમના પસંદગીના શબ્દો પર તેમની સાંસ્કૃતિક પશ્ચાદભૂમિકાની અસર ન પડે તે જોવા તાકીદ કરી છે. યુનિવર્સિટી દ્વારા જણાવાયું હતું કે તે તમામનું યોગ્ય મૂલ્ય જળવાય તેવું વાતાવરણ ઉભું કરવા પ્રતિબદ્ધ છે. યુનિવર્સિટીના ચેકલિસ્ટમાં બન્ને જાતિ માટે સમાન વૈકલ્પિક શબ્દો સૂચવવામાં આવ્યા છે.
કેટલાંક વૈકલ્પિક શબ્દો
બેસ્ટ મેન ફોર ધ જોબ– બેસ્ટ પર્સન ફોર ધ જોબ • ફાયરમેન- ફાયરફાઈટર• હાઉસવાઈફ- ખરીદાર, ગ્રાહક, હોમમેકર •મેનપાવર- માનવ સંસાધન, લેબર ફોર્સ, સ્ટાફ, પર્સોનલ, શ્રમિકો • ટેક્સ મેન- ટેક્સ ઈન્સ્પેક્ટર• સ્પોર્ટમેનશિપ- ઔચિત્ય, સારી રમૂજ, ન્યાયની સૂઝ • જેન્ટલમેન્સ એગ્રીમેન્ટ- વણલખ્યો કરાર, વિશ્વાસ આધારિત કરાર