કિંગ ચાર્લ્સની ભવ્યાતિભવ્ય અને અવિસ્મરણીય તાજપોશીમાં ઉપસ્થિતિનું સન્માન

પ્રોફેસર મીના ઉપાધ્યાય Tuesday 09th May 2023 02:31 EDT
 
 

વેસ્ટમિન્સ્ટર એબે ખાતે 6 મેના દિવસે કિંગના રાજ્યાભિષેકમાં હાજરી આપવી તે મોટું સન્માન બની રહ્યું. આમંત્રિત લોકોને સમારંભની શરૂઆત થાય તેના ત્રણ-ચાર કલાક પહેલા પહોંચી જવા જણાવાયું હતું. આના પરિણામે મને એબેની સુંદરતાને દિલમાં ઉતારી લેવાની તેમ જ આ ભવ્યાતિભવ્ય અને અવિસ્મરણીય દિવસના ગણગણાટ ભરેલા વાતાવરણમાં ભીંજાવાની તક સાંપડી હતી.

સિક્યોરિટી ચેકિંગ માટે લાંબો સમય લાંબી કતારમાં ઉભાં રહેવું પડ્યું હોવાં છતાં, મઅમે એકબીજાની સાતે વાત કરતા રહ્યા તે માણવાલાયક અનુભવ રહ્યો. કતારમાં મારી આગળના લોકો ન્યૂ ઝીલેન્ડના હતા જ્યારે મારી પાછળના લોકો નોર્ધર્ન આઈલેન્ડના હતા. મેં એમ્મા થોમ્પસનને પણ નિહાળ્યા અને ટુંકી વાતચીત પણ કરી હતી.

હું બેઠકો વચ્ચેની હારમાં મારાં બેસવાનું સ્થળ શોધી રહી હતી ત્યારે ઊડીને આંખે વળગે તેવું વૈવિધ્યતાનું દર્શન થયું. યુકે અને તેથી દૂરસુદૂરના પ્રદેશોના લોકો, અલગ અલગ ધર્મના તેમજ પોતાના શ્રેષ્ઠ વસ્ત્રો, હેટ્સ, સ્યૂટ્સ અને રાષ્ટ્રીય પોશાકો સાથેના અલગ રાષ્ટ્રીયતાના લોકો દેખાઈ રહ્યા હતા. હું મારી બેઠક પર બેઠી ત્યારે થોડી સંખ્યામાં વિશ્વપ્રસિદ્ધ લોકો (રાષ્ટ્રોનાં વડા, કોમનવેલ્થના અધિકારીઓ, વરિષ્ઠ રાજકારણીઓ અને મહાનુભાવો)ને હારમાં ચડઉતર કરતા નિહાળી રોમાંચિત થી ુઠી હતી. આ ખરેખર રોમાંચક પળો હતી.

તાજપોશીનું સંગીત શાનદાર હતું જેમાં, મિલિટરી બેન્ડ્સ, વૃંદગાન, એન્ડ્રયુ લોઈડ વેબર અને અન્ય ઘણા અભૂતપૂર્વ પરફોર્મર્સ સહિત પરંપરાગત અને આધુનિક સંગીતનો સમાવેશ થતો હતો.

તાજપોશીની વિધિમાં સોગંદ, ઉબટનનો લેપ, શ્રદ્ધાંજલિ, વસ્ત્રાલંકાર ધારણ કરવા અને સિંહાસને આરુઢ થવાનો સમાવેશ થાય છે. કિંગને ચમકતા તાજ અને રાજચિહ્નો સાથે પોતાના સુંદર રોબ (પ્રિન્સ જ્યોર્જે આ લાંબા રોબને પકડી રાખ્યો હતો)માં દ્વાર તરફ જતા નિહાળવાનું દૃશ્ય હું સારી રીતે નિહાળી શકી હતી.

અમે એબેથી બહાર નીકળવાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે વડા પ્રધાન રિશિ સુનાક પ્રવેશદ્વાર નજીક દેખાયા હતા. મને તેમની સાથે હસ્તધૂનન કરવા અને વાત કરવાનું વિશેષ માન પ્રાપ્ત થયું હતું. કેવો ભવ્ય સમારોહ હતો, આ અતુલનીય ઐતિહાસિક ઈવેન્ટનું સંસ્મરણ હંમેશાં મારી સાથે વણાયેલું રહેશે. આવી તક મને પ્રાપ્ત થઈ તે આશીર્વાદ સમાન હતી અને મારા પૌત્રપૌત્રાદિક સાથે આ સંસ્મરણો વાગોળવાની આશા હું રાખું છું.

પ્રોફેસર મીના ઉપાધ્યાય OBE, PhD, FRCPath, FLSW


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter