ગુજરાતનાં જાણીતાં ગાયિકા માયાબહેન દીપક હાલ તેમના પરિવાર સાથે યુકેના પ્રવાસે આવ્યાં છે. 21 સપ્ટેમ્બરે તેમના પુત્ર કુંજનનો જન્મદિવસ હતો. માયાબહેન - દીપકભાઇ પંચાલ અને કુંજને આ પ્રસંગે અનુપમ મિશનની મુલાકાત લીધી હતી અને પૂજ્ય સાહેબજીના આશીર્વચન મેળવ્યા હતા. સાહેબજીએ કુંજનને ખુશહાલ, સફળ અને શાંતિપૂર્ણ જીવન માટે આશીર્વચન આપ્યા હતા. બાયોટેક્નોલોજીમાં એમ.એસસી. કરી ચૂકેલા કુંજને ફ્રેસ્નોસ્થિત કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.


