કુમકુમ પાલડી મંદિર ખાતે પાટોત્સવની ઉજવણી

Friday 27th February 2026 05:14 EST
 
 

શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - પાલડી ખાતે શુક્રવાર - ફાગણ સુદ ત્રીજના રોજ પાટોત્સવની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે શ્રી ઘનશ્યામ મહારાજનું ષોડ્શોપચારથી પૂજન કરી અભિષેક કરાયો હતો અને અન્નકૂટ ધરાવાયો હતો. શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ કુમકુમ મંદિરના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને પોતાના પ્રથમ પટ્ટશિષ્ય સંત તરીકેની દીક્ષા આપી તે પ્રસંગને 84 વર્ષ પૂર્ણ થતાં શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને 15 ફૂટનો વિશાળ હાર ધરાવાયો હતો. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter