શ્રી કૃષ્ણકુમાર જોહરીનું તા.૨૭.૦૯.૨૦૨૧ને સોમવારે ૮૫ વર્ષની વયે દુઃખદ અવસાન થયું હતું. તેમનો જન્મ ૮ જુલાઈ, ૧૯૩૬ના રોજ થયો હતો. તેમણે બાળપણમાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. જોકે, તેમણે સખત પરિશ્રમ દ્વારા જીવનમાં સફળતા હાંસલ કરી હતી. તેઓ હંમેશા સખત મહેનત અને પ્રામાણિકતામાં માનતા હતા. તેઓ સંપૂર્ણપણે નિઃસ્વાર્થી હતા અને તેમની નીકટના લોકોને તેઓ હંમેશા સ્નેહ અને સપોર્ટ આપીને મદદ કરતા હતા.
ઘણી વખત તો તેઓ જાતે મુશ્કેલી ભોગવીને લોકોને મદદ કરતા હતા. તેને લીધે તેમના પરિવારજનો ઘણી વખત નિરાશ થતાં હતાં. તેઓ તેમને સમજાવતા કે તમે જેટલી વધુ લોકોને મદદ કરશો તેટલું વધુ ભગવાન તમને આપશે. તેમના પરિવારજનોને પણ આવું બનતું હોવાનો અનુભવ થયો હતો.
તેઓ ભારતમાં ઉત્તરપ્રદેશ સરકારમાં રુરલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં સિનિયર ઓફિસર હતા. ઘણી રુરલ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યુશન્સમાં તેમણે પ્રિન્સિપલ ઓફિસર તરીકે ફરજ બજાવી હતી. તેઓ લખનૌમાં સ્ટેટ ઈન્સ્ટિટ્યુટ ઓફ રુરલ ડેવલપમેન્ટના એડિશનલ ડિરેક્ટર પદે રિટાયર થયા હતા. તેમના ઘરમાં ઘણાં નોકરચાકર હોવા છતાં પોતાના તમામ કામો તેઓ જાતે જ કરતા હતા.
તેમનો નમ્ર અને લોકોની પ્રસંશા કરવાનો સ્વભાવ અદભૂત હતો. હું બાકીના જીવનમાં તેમણે આપેલી શિખામણોનું પાલન કરું અને તેમને ગર્વ થાય તેમ કરું તેવી મને આશા છે.
હું તેમને શ્રદ્ધાંજલિ રૂપે થોડી પંક્તિઓ રજૂ કરું છું.
હું ગુલાબ છું
મેં મારી સુંદરતા ગુમાવી દીધી, તેથી શું
મેં બધું જ જોયું છે
તેજસ્વી સૂર્યપ્રકાશ, સુંદર તારા
મંદ મંદ વાયુ, મેઘગર્જના સાથે વરસાદ
મેં મારા જીવનની પ્રત્યેક ક્ષણ માણી છે
હું નાનું હતું ત્યારે કુદરતે મને પૂછ્યું
તારે સૌંદર્ય રાખવું છે કે સુગંધ ?
મેં મારી સુવાસ રાખી …
અને મને ગૌરવ છે...
મારી નજીક આવો અને સૂંઘો
હજુ પણ મારી સુગંધ છે
અને તે હંમેશા મારી સાથે રહેશે..
મેંમારી સુંદરતા ગુમાવી તેથી શું
હું હજુ પણ ગુલાબ છું...
- વિનિત જોહરી


