કેમ્બ્રિજની ગર્લ્સ કોલેજમાં હવે પુરુષોને પણ એડમિશન

Wednesday 27th March 2019 02:12 EDT
 
 

લંડનઃ અત્યાર સુધી માત્ર મહિલાઓને એડમિશન આપતી કેમ્બ્રિજ યુનિવર્સિટીની લુસી કેવેન્ડિશ કોલેજમાં હવે પુરુષોને પણ પ્રવેશ અપાશે. કોલેજે ૨૦૨૧થી કોલેજના દરવાજા પુરુષો માટે પણ ખોલી દેવાની જાહેરાત ૧૨ માર્ચે કરી હતી. ચેરપર્સન ડેમ મેડેલીન એટકિન્સે કહ્યું છે કે અમે બહુ ખુલ્લા વિચારોના અને મિલનસાર છીએ. આ નિર્ણય બાદ કેમ્બ્રિજમાં મૂરે એડવડર્સ અને ન્યૂહેમ એમ માત્ર બે કોલેજ એવી બચશે કે જે માત્ર મહિલાઓ માટે હશે.

વર્ષ ૨૦૦૮માં ઓક્સફર્ડની સેન્ટ હિલ્ડા કોલેજે પણ પુરુષો માટે દ્વાર ખોલી દીધાં હતાં. અંદાજે ૭૯ વર્ષ અગાઉ યુનિવર્સિટીઓમાં પુરુષોનો એકાધિકાર ખતમ કરવા કેમ્બ્રિજે મહિલાઓને પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો હતો. તેની શરૂઆત ૧૮૬૯માં ગિર્ટન કોલેજ સાથે થઈ હતી. ન્યૂહેમ અને લુસી કેવેન્ડિશમાં તમામ ફેલો મહિલાઓ છે પરંતુ, કોઈ પણ કોલેજમાં પુરુષ મહેમાનો પર પ્રતિબંધ નથી. કોલેજોએ તેમના ફાઉન્ડિંગ મિશનમાં બહુ પ્રગતિ કરી છે.

કેમ્બ્રિજમાં અન્ડરગ્રેજ્યુએટ કોર્સમાં ૪૯.૫ ટકા મહિલાઓ છે અને હાલ પુરુષોની તુલનાએ યુનિવર્સિટીમાં મહિલાઓ વધુ હતી. ડેમ મેડેલીન કહે છે કે આ કારણથી આ પરિવર્તન કરાયું છે. તદુપરાંત, વધતી ફીના કારણે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter