કોરોના મહામારીના પરિણામે ઘરેલુ હિંસાની ઘટનાઓ વધી

Saturday 25th April 2020 01:21 EDT
 
 

લંડનઃ કોરોના વાઈરસ મહામારીના કારણે નખાયેલા લોકડાઉનની કમનસીબ અને વિપરીત અસરોમાંની એક ડોમેસ્ટિક વાયોલન્સ અથવા ઘરેલુ હિંસાની ઘટનાઓ પણ છે, જે સમગ્ર દેશમાં વધી છે. રેડબ્રિજ કાઉન્સિલ દ્વારા શોષણ કરાઈ રહેલા અને હિંસા-શોષણનો ભય અનુભવતા વયસ્કો માટે તાજેતરમાં નવી ડોમેસ્ટિક એબ્યુઝ સેવા ‘Reach Out’ લોન્ચ કરવામાં આવી છે. આ સેવા ઘરમાં ડોમેસ્ટિક વાયોલન્સના સાક્ષી બન્યા હોય તેવા કોઈ પણ બાળકને પણ મદદ અને ટેકો આપશે.

પોતાના વર્તનને કાબુમાં રાખવા મથતા શોષણખોરને મદદ કરવા ‘રીચ આઉટ’ દ્વારા ઘરેલુ શોષણનાં પુનરાવર્તનને અટકાવવા તૈયાર કરાયેલા ઓનલાઈન સપોર્ટ પ્રોગ્રામ અને મદદ પૂરી પાડે છે.

જો આપને મદદની જરૂર હોય અથવા કોઈના માટે ચિંતા હોય તો સંપર્ક સાધી શકો છોઃ

વીકડેઝ (સોમથી શુક્ર), સવારના ૯થી સાંજના ૫,

• ફોન કરોઃ રીચ આઉટ- 0800 1456410

• ઈમેઈલ કરોઃ [email protected]

• ખુલ્લું રહેશેઃ સોમવારથી શુક્રવાર, સવારના ૯થી સાંજના ૫, બેન્ક હોલીડેઝ સિવાય

ઉપરોક્ત સમય સિવાય

• ફોન કરોઃ Refuge - 0808 2000 247

• ખુલ્લું રહેશેઃ દિવસના ૨૪ કલાક અને સપ્તાહના સાત દિવસ

ઈમર્જન્સી સમયે

જો ઈમર્જન્સી હોય તો 999ને કોલ કરો

લોકડાઉન અથવા એકાંતવાસ સમયે લોકો ઘરમાં જ દુષ્કર્મીઓ સાથે વધુ સમય ગાળવાની શક્યતા હોય છે ત્યારે ડોમેસ્ટિક એબ્યુઝ- ઘરેલુ શોષણના જોખમની સંભાવના ઘણી વધી જાય છે અને તેમની આઝાદી પર વધુ નિયંત્રણ આવે છે.

વર્તમાન સમયમાં જેઓ ઘર છોડી શકે તેમ ન હોય તેવા પીડિતો માટે વધુ પડકાર ઉભો થાય છે. જો તમને ઘરમાં ફસાઈ રહેલા પીડિત બાબતે ચિંતા થાય તો તેમના વતી ફોન કરી શકો છો અથવા તેમના પર તત્કાળ જોખમ હોવાનું જણાય તો પોલીસને જણાવી શકો છો.

‘રીચ આઉટ’ વિશે વધુ માહિતી મેળવવા નીચેની લિન્ક્સનો ઉપયોગ કરી શકો છોઃ

કાઉન્સિલ વેબસાઈટ

• www.redbridge.gov.uk/reachout

પ્રેસ રીલિઝ

• https://www.redbridge.gov.uk/news/april-2020/redbridge-council-launches-reach-out-a-new-support-service-for-victims-of-domestic-abuse/


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter