લંડનઃ પોલીટીકલ સ્ટ્રેટેજીસ્ટ, વ્યવસાય અને ધારાશાસ્ત્રી અને લેબર પાર્ટીના બ્રિટિશ ઈન્ડિયન્સ માટેના નેતા મનોજ લાડવાએ ભારતીય મતદારોથી અળગા રહેવા અને તેમની અવગણના કરવા બદલ પાર્ટીના નેતા જેરેમી કોર્બીનની ભારે ટીકા કરી છે બીજી તરફ કન્ઝર્વેટિવ નેતા થેરેસા મે તેમની સાથે સંવનન કરી રહ્યા છે. ‘એશિયન વોઈસ’ના કટાર લેખક તેમજ લેબર ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના ભાગરૂપ લાડવાએ એમ કહ્યું હતું કે ‘કોર્બીન બ્રિટિશ ભારતીયોથી દૂર રહ્યાં છે’ મનોજ લાડવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઈલેક્શન સ્ટ્રેટેજીસ્ટ હતા જેમણે ભારતની ચૂંટણી જીતવામાં મોદીને મદદ કરી હતી તેમજ નવેમ્બર ૨૦૧૫માં વેમ્બલી અરેનામાં મોદીની મુલાકાતના આયોજનમાં તેઓ અગ્રેસર હતા.
યુકેમાં ૧૫ લાખ ભારતીયો વસે છે જેઓ યુકેની કુલ વસ્તીના ૨.૩ ટકા છે. ૨૦૧૦માં લેબર પાર્ટીએ વંશીય લઘુમતી મતના ૬૮ ટકા મત મેળવ્યા હતા. જ્યારે કન્ઝર્વેટિવને ૧૬ ટકા મત મળ્યા હતા. પરંતુ ૨૦૧૫માં હિંદુ અને શીખોના લગભગ અડધા મતદારોએ કન્ઝર્વેટિવને મત આપ્યા હતા. કારણ કે ડેવિડ કેમરન તેમની નજીક ગયા હતા. હવે ટોરી પાર્ટી ૮ જૂનની ચૂંટણીમાં વધુ મતો આકર્ષે તેવી આશા રાખે છે. એશિયન મતો લંડન, ગ્રેટર લંડન તેમજ મીડલેન્ડસ, યોર્કશાયર અને નોર્થવેસ્ટમાં કોઈપણ પાર્ટીની સફળતા માટે ચાવીરૂપ મનાય છે.
થેરેસા મે હિંદુ મતો અંકે કરવા શનિવારે સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. તેમની મેનીફેસ્ટો મુખ્ય પ્રવાહને ધ્યાનમાં રાખે છે પરંતુ લેબર પાર્ટી અને કન્ઝર્વેટિવ વચ્ચે ચૂંટણી તફાવતો ઘટી રહ્યાં છે ત્યારે તેઓ યુકેના એક પ્રસિદ્ધ હિંદુ મંદિરમાં ભારતીય કોમ્યુનિટી સાથે હાથ મિલાવતા જણાયાં છે. બીજી તરફ લેબર પાર્ટીના કાસ્ટ પ્રોલિફરેશન એજન્ડાની અસર ચર્ચવા માટે જેરેમી કોર્બનના સ્પષ્ટ નકારથી પૂર્વ વફાદાર હિંદુ મતદારો વિમુખ થઈ રહ્યાં છે. જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીએ દર્શાવ્યું છે કે બ્રિટિશ હિંદુને સાંભળવા તૈયાર છે.
લાડવાએ ટોરી પાર્ટીના પ્રયાસો અંગે ‘ધ સન’ અખબારને જણાવ્યું હતું કે સામાન્ય રીતે ભારતીય કોમ્યુનિટી દાયકાઓથી લેબર પાર્ટીની સમર્થક રહી છે પરંતુ હવે તેને વલણ બદલાયુ છે. કોર્બીનના સખત ડાબેરી રાજકારણ માફક ન આવતું હોવાથી કોર્બીન તેમની મહત્વાકાંક્ષાઓ માટે લડતા જણાયા નથી. લેબર પાર્ટીએ મહત્ત્વાકાંક્ષા અને બિઝનેસીસને સપોર્ટ આપતા હોય તે પણ દર્શાવુ પડે.’ તેમણે ઉમેર્યું હતું કે ‘આમાં હા, ના કે કદાચનો સવાલ નથી કે લેબર પાર્ટીના પરંપરાગત મતદારો અને નીતિઓના કોર્બીન હિમાયતી છે. તેને સુગરકોટેડ કરવાની પણ વાત નથી.’


