કોલ્ડીન સ્ટોર બેસ્ટ લોકલ કન્વિનીઅન્સ સ્પોટ તરીકે શોર્ટલિસ્ટ

Thursday 02nd January 2025 02:07 EST
 
 

લંડનઃ બ્રાઈટનમાં પિતા-પુત્રની જોડી મનીષ અને રાજ સુચક દ્વારા સંચાલિત કોલ્ડીન કન્વિનીઅન્સ સ્ટોરને નેશનલ લોટરી દ્વારા બેસ્ટ લોકલ બેસ્ટ લોકલ કન્વિનીઅન્સ સ્ટોર તરીકે નોમિનેટ કરવામાં આવ્યો છે.

મનીષ સુચકે જણાવ્યું હતું કે,‘અમારા અદ્ભૂત ગ્રાહકોએ અમારા માટે મત આપ્યો હોવાનું જાણવાનું અમારા માટે ભારે ખુશી લાવનારું છે. અમે સુંદર અને સપોર્ટિવ કોમ્યુનિટીનો હિસ્સો બની રહેવા બદલ નસીબદાર છીએ અને અમે જે કાંઈ કરી રહ્યા છે તે તો ઋણ પરત કરવાનો માર્ગ છે.’

ગત બે વર્ષથી મનીષ અને રાજ ઉદારતાથી સ્થાનિક શાળાની બ્રેકફાસ્ટ ક્લબને સપોર્ટ કરી રહ્યા છે. તેઓ પોતાના ખર્ચે તમામ ફૂડ પુરું પાડે છે. તેઓ તેમના સપ્લાયર્સ તરફથી દૂધ અને બ્રેડનું દાન કરે છે અને બાકીની રકમ પોતે જ ભોગવે છે.

મનીષભાઈએ જણાવ્યું હતું કે,‘ મેં રેડિયો પર સાંભળ્યું હતું કે સારો બ્રેકફાસ્ટ બાળકોને સ્કૂલમાં સારી કામગીરી પરફોર્મ કરવામાં મદદ કરે છે. હું આ બાળકોને તેમના પરિવારો-પેરન્ટ્સ, ગ્રાન્ડપેરન્ટ્સ, આન્ટ્સ અને અંકલ્સને વર્ષોથી ઓળખું છું. તેમને મદદ કરવી એ સ્વાભાવિક કાર્ય જ છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter