લંડનઃ સંપૂર્ણ સુંદર નાક સાથે સારા દેખાવની શોધમાં રહેલી ૨૭ વર્ષીય વિદ્યાર્થિની મિજિન ઝાહિરનું સ્વપ્ન પૂર્ણ ન થતાં તેણે જાણીતા કોસ્મેટિક સર્જન શૈલેશ વડોદરિયા સામે હજારો પાઉન્ડના કાનૂની દાવાની કાર્યવાહી આરંભી છે. શૈલેશ વડોદરિયાએ ટીવી શો ‘Embarrassing Bodies’માં પણ હાજરી આપી છે.
મિજિને જુલાઈ ૨૦૧૦માં ઓપરેશન કરાવવા નિર્ણય લીધો હતો. તેણે પોતાનાં નાકનો દેખાવ પરફેક્ટ સીમેટ્રી સાથે આદર્શ બની રહે તેવી માગણી સર્જન સમક્ષ કરી હતી. જોકે, ઓપરેશન નિષ્ફળ ગયું હતું અને નાકની હાલત કઢંગી બની હતી. તેનાં નસકોરાંમાં કાર્ટિલેજ નબળું પડી જવાથી નાકની જમણી બાજુ નીચે આવી ગયાનું જણાતાં તે ગભરાઈ ગઈ હતી.


