ક્વીનનાં જન્મદિને એકેડેમિક્સ, એન્ટ્રેપ્રીન્યોર્સ, કોમ્યુનિટીના અગ્રણીઓ અને પ્રોફેશનલ્સનું સન્માન

રુપાંજના દત્તા Wednesday 21st June 2017 06:56 EDT
 
 

લંડનઃ ક્વીનના વાર્ષિક બર્થડે ઓનર્સ લિસ્ટમાં યુકેના એશિયન મૂળના ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરનારા અગ્રણી ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ, એકેડેમિક્સ અને વિવિધ ક્ષેત્રોના પ્રોફેશનલ્સનો સમાવેશ થયો છે. જાહેર ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરી હોય અથવા બ્રિટનની સેવા અને મદદ માટે પ્રતિબદ્ધતા દર્શાવી હોય તથા સમાજને વાસ્તવિક તફાવત પડે તેવું કાર્ય કરનારા લોકોની કદર આ સન્માન દ્વારા કરવામાં આવે છે.

યુકેના ઓનર્સ એન્ડ એપોઈન્ટમેન્ટ્સ સેક્રેટરિયેટને દર વર્ષે નાગરિકો પાસેથી ૧૦,૦૦૦ જેટલી ઈન્ક્વાયરીઝ મળે છે, જેના પરિણામે ઈલકાબ માટે આશરે ૩,૦૦૦ નોમિનેશન્સ થાય છે. નાગરિકો દ્વારા નોમિનેશન્સ ઉપરાંત, સરકારી વિભાગો દ્વારા શાળાઓ, હોસ્પિટલો, સ્થાનિક ઓથોરિટીઝ તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી સંભવિત ઉમેદવારો માટે સૂચનો મગાવાય છે.

એશિયન મૂળના ઈલકાબવિજેતાઓ આ મુજબ છેઃ

ડેમ્સ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (DBE)

પરવીન જૂન કુમારને મેડિસીન અને મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રમાં અનન્ય સેવા બદલ પ્રતિષ્ઠિત DBE ઈલકાબ એનાયત કરાયો છે. ક્વીન મેરી, યુનિવર્સિટી ઓફ લંડનની બાર્ટ્સ એન્ડ લંડન સ્કૂલ ઓપ મેડિસીનના ૭૪ વર્ષીય પ્રોફેસર ૧૯૮૯ની ક્રાંતિકારી ટેક્સ્ટબૂક ‘Kumar and Clarks Clinical Medicine’ના સહ-સંપાદક અને લેખક છે. આ પુસ્તક મેડિકલ સ્ટુડન્ટ્સ, ડોક્ટર્સ અને નર્સીસના શિક્ષણમાં સુધારા અને ટ્રેનિંગ માટે ઘરઆંગણે અને વિદેશમાં પણ પ્રતિષ્ઠા ધરાવે છે.

ઓર્ડર ઓફ ધ કમ્પેનિયન્સ ઓફ ઓનર

પ્રોફેસર નીર સઈદ ઝાહેદી, OBE FREngટેકનિકલ ડાયરેક્ટર, ચાસ એ બ્લેચફર્ડ એન્ડ સન્સ, એન્જિનીઅરીંગ અને ઈનોવેશન ક્ષેત્રની સેવા

પ્રોફેસર અલિમુદ્દીન ઝુમલાઃ યુનિવર્સિટી કોલેજ લંડનમાં ચેપી રોગ અને આંતરરાષ્ટ્રીય આરોગ્યના પ્રોફેસર, ચેપી રોગોથી રક્ષણ અને જાહેર આરોગ્ય ક્ષેત્રની સેવા

કમાન્ડર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર

પ્રોફેસર રુથ આનંદઃ લોર્ડ ચાન્સેલરના નિયુક્ત વ્યક્તિ- ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ક્ષેત્રની સેવા

પ્રોફેસર આયેશા કુલવંત ગિલ- યુનિવર્સિટી ઓફ રોહેમ્પ્ટનમાં ક્રિમિનોલોજીના પ્રોફેસર. ફોર્સ્ડ મેરેજ, ઓનર ક્રાઈમ્સ અને સ્ત્રીઓ સામે હિંસાના ઉપાયની સેવા

શમિત સાગરઃ યુનિવર્સિટી ઓફ એસેક્સમાં એસોસિયેટ પ્રો-વાઈસ ચાન્સેલર, પોલિટિકલ સાયન્સ અને જાહેર નીતિના પ્રોફેસર. સમાજવિજ્ઞાન અને જાહેર નીતિના ક્ષેત્રની સેવા

ઓફિસર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર

સુલતાન અહેમદ ચૌધરીઃ સીઈઓ, અલ રાયન બેન્ક. યુકે માર્કેટ ફોર ઈસ્લામિક ફાઈનાન્સ ક્ષેત્રની સેવા

પ્રોફેસર બેલિન્ડા જેન દેવરઃ યુનિવર્સિટી ઓપ વેસ્ટ ઓફ સ્કોટલેન્ડમાં પ્રેક્ટિસ ઈમ્પ્રુવમેન્ટના પ્રોફેસર. નર્સિંગ ક્ષેત્રની સેવા

શિતલ સિંહ ધિલોનઃ શેફિલ્ડ હાલામ યુનિવર્સિટીમાં કાયદા અને ક્રિમિનોલોજી વિભાગના વડા. ઉચ્ચ શિક્ષણની સેવા

આસિફ અબ્દુલ હાસીબઃ સ્કોટલેન્ડ અને પાકિસ્તાનમાં રેસિયલ ઈક્વલિટી, આરોગ્ય અને શિક્ષણક્ષેત્રે સેવા

ડો. કમલજિત કૌર હોથીઃ લોઈડ્સ બેન્કિંગ ગ્રૂપમાં કલીગ વોલન્ટીઅરિંગ અને ગ્રૂપ ફંડરેઈઝિંગ વડા, બેન્કિંગ ક્ષેત્રમાં વૈવિધ્યતાની સેવા

ચંદ્રકાન્ત કટારિયાઃ ગ્રૂપ ચીફ એક્ઝિક્યુટિવ, ઈસ્ટ મિડલેન્ડ્સ હાઉસિંગ ગ્રૂપ. ઈસ્ટ મુડલેન્ડ્સમાં હાઉસિંગ ક્ષેત્રે સેવા

ઈદરીસ ખાનઃ કળાક્ષેત્રની સેવા

ડો. નિકેશ કોટેચાઃ મોર્નિંગસાઈડ ફાર્માસ્યુટિકલ્સના સીઈઓ. ફાર્માસ્યુટિકલ્સ સર્વિસીસમાં એન્ટ્રેપ્રીન્યોરશિપ, ઈનોવેશન ક્ષેત્રની સેવા

ડો. રમેશ દુલિચંદભાઈ મહેતાઃ પ્રેસિડેન્ટ,બ્રિટિશ એસોસિયેશન ઓફ ફીઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન. NHS ની સેવા

હરિન્દરસિંહ પટ્ટારઃ હેડટીચર, હીથલેન્ડ સ્કૂલ, લંડન. શિક્ષણક્ષેત્રની સેવા

મોહમ્મદ શાહીદ કુરેશીઃ કન્સલ્ટન્ટ ENT સર્જન અને ડિરેક્ટર ENT માસ્ટરક્લાસ, ડોનકાસ્ટર એન્ડ બેસેટલો હોસ્પિટલ્સ. NHS અને મેડિકલ એજ્યુકેશનની સેવા

નારદીપ શર્માઃ સીઈઓ, ધ થ્રાઈવ પાર્ટનરશિપ એકેડેમી ટ્રસ્ટ, એક્ઝિક્યુટિવ પ્રિન્સિપાલ, કોલ્ને કોમ્યુનિટી કોલેજ એન્ડ ફિલિપ મોરાન્ટ સ્કૂવ એન્ડ કોલેજ, એસેક્સ. એજ્યુકેશન ક્ષેત્રની સેવા

રાકેશ શર્માઃ અલ્ટ્રા ઈલેક્ટ્રોનિક્સ. ડિફેન્સ ક્ષમતાની સેવા

સંદીપસિંહ વીરડીઃ દરબાર આર્ટ્સ કલ્ચર એન્ડ હેરિટેજ ટ્રસ્ટના સ્થાપક અને ડિરેક્ટર. યુકેમાં ભારતીય સંગીત ધરોહરને ઉત્તેજનની સેવા

અરવિંદ માઈકલ કપૂરઃ ચેરમેન, નેશનલ સ્પેસ સેન્ટર અને સિગ્નુમ કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ લિમિ.ના સ્થાપક-ડિરેક્ટર. સાયન્સ, ટેકનોલોજી, બિઝનેસ અને એન્ટરપ્રાઈઝ ક્ષેત્રની સેવા.

મેમ્બર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર

સઈદા અલીઃ હાયર એક્ઝિક્યુટિવ ઓફિસર, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ. ડિફેન્સ ક્ષેત્રની સેવા.

મોહમ્મદ અશ્ફાકઃ કિકિટ પાથવે ટુ રિકવરીના સ્થાપક અને ડિરેક્ટર, બર્મિંગહામ. અસલામત લોકોની સેવા

સમીરા જાબીન અશરફઃ સ્પોર્ટ અને ડાઈવર્સિટી ક્ષેત્રની સેવા

શાઝીઆ અઝહરઃ ડાઈવર્સ લીડર્સ નેટવર્કના સભ્ય. શિક્ષણક્ષેત્રની સેવા

અકિલા ચૌધરીઃ જાહેર અને રાજકીય ક્ષેત્રની સેવા

પુષ્પિંદર ચૌધરીઃ યુકેમાં એશિયન કોમ્યુનિટીની સેવા

વિલાસગૌરી રતિલાલ ધાનાણીઃ સ્વૈચ્છિક અને સખાવતી ઉદ્દેશો

સહાના જેરોઃ સાઉથ લંડનમાં સંગીત અને કોમ્યુનિટીની સેવા

કેપ્ટન(નિવૃત્ત) ગાઉબહાદુર ગુરુંગઃ એક્ઝિક્યુટિવ ઓફિસર, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ. સર્વિસ પર્સોનલની સહાયક સેવા

આસિફ હમીદઃ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ધ કોન્ટેક્ટ કંપની તથા વિરાલ ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ. લઘુ અને મધ્યમ કદના બિઝનેસીસને સેવા

ઈમામ મોનાવર હુસૈનઃ ટ્યુટર અને ઈમામ. ઓક્સફર્ડશાયરમાં ઈન્ટ ફેઈથ સંબંધો અને કોમ્યુનિટી ક્ષેત્રની સેવા

રઝિયા ઈસ્માઈલઃ ‘Aaghee’ના સ્થાપક અને અધ્યક્ષ. બર્મિંગહામમાં એશિયન કોમ્યુનિટીની મહિલાઓની સેવા

મોહમ્મદ અમીન ઈસ્સાઃ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સમાં સીનિયર લેક્ચરર. ડિફેન્સસેન્ટર ફોર લેન્ગ્વેજીસ એન્ડ કલ્ચરને સેવા.

અબ્દુલ જબ્બારઃ રાજકીય અને જાહેર ક્ષેત્રની સેવા

સુરિન્દરસિંહ જંડુઃ સામુદાયુક સંવાદિતાની સેવા

ડો. નિકિતા કાનાનાઈ (મિસિસ ફર્ડિનાન્ડ)જનરલ પ્રેક્ટિશનર અને ચીફ ક્લિનિકલ ઓફિસર, NHS બેક્સલી ક્લિનિકલ કમિશનિંગ ગ્રૂપ. પ્રાઈમરી કેર ક્ષેત્રની સેવા

ડો. સર્બજિત કૌરઃ ડેન્ટિસ્ટ, લેસ્ટરશાયર. ડેન્ટિસ્ટ્રી ક્ષેત્રની સેવા

આસિફ અમીર ખાનઃ આર્કિટેક્ચર -સ્થાપત્ય ક્ષેત્રની સેવા

ડો. શાહ નૂર ખાનઃ મુસ્લિમ સમુદાય અને કોમ્યુનિટી સંવાદિતાની સેવા

વિકાસ કુમારઃ કળા અને સંસ્કૃતિના ક્ષેત્રની સેવા

મોહમ્મદ અજમાન(ટોમી) મિયાઃ શેફ અને રેસ્ટોરાં માલિક. હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી અને ચેરિટીની સેવા

માજિદ મુકાદમઃ ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ક્વીન એલિઝાબેથ હોસ્પિટલ, બર્મિંગહામ. ટ્રાન્સપ્લાન્ટેશન પેશન્ટ્સની સેવા

પ્રિતપાલ સિંહ નેગી,DLસ્ટેફર્ડશાયરમાં ચેરિટી અને બિઝનેસ ક્ષેત્રની સેવા

નીતિન પલાણઃ ઈન્ટરફેઈથ સંબંધોની સેવા

અંજના મોરારજી પટેલઃ પ્રિન્સિપાલ ઓફિસર, રોડ સેફ્ટી એન્ડ પાર્કિંગ, સેન્ડવેલ કાઉન્સિલ. પાર્કિંગ વ્યવસાયની સેવા

ભારતી રાજપૂતઃ ડિરેક્ટર, સોલ બોડી સોલ. ડંડીમાં પોડાયાટ્રી (પાદચિકિત્સા) અને ઈકોનોમીની સેવા

ડો. ખાલીદ રશીદઃ કન્સલ્ટન્ટ સ્ટ્રોક સર્વિસીસ, યેઓવિલ હોસ્પિટલ. સમરસેટમાં સ્ટ્રોક કેરની સેવા

આસિફ સાદિકઃ લંડનમાં પોલીસિંગ અને કોમ્યુનિટીને સેવા

તેજિન્દર કુમાર શર્માઃ હિન્દી સાહિત્ય તેમજ લંડનમાં કોમ્યુનિટી સંવાદિતાની સેવા

ડો. શોભા શ્રીવાસ્તવઃ નોર્થ ઈસ્ટ ઈંગ્લેન્ડમાં કોમ્યુનિટી સંવાદિતાની સ્વૈચ્છિક સેવા

તારિક ઝમીર ઉસ્માનીઃ બેટર કોમ્યુનિટી બિઝનેસ નેટવર્કના સ્થાપક અધ્યક્ષ. કોમ્યુનિટી સંવાદિતાની સેવા

દીપક વર્માઃ કળા ક્ષેત્રની સેવા

મેડાલિસ્ટ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર

એજાઝ અહમદઃ મેન્ટર, મોઝાઈક નેટવર્ક અને કાઉન્સિલ મેમ્બર/હડર્સફિલ્ડ યુનિવર્સિટીના એડવાઈઝરી બોર્ડ મેમ્બર. યુવા વર્ગની સેવા

નૂર જહાન અલીઃ સીનિયર બાઈંગ મેનેજર-વર્લ્ડ ફૂડ્સ, WM મોરિસન સુપરમાર્કેટ્સPlc. રીટેઈલ ઈન્ડસ્ટ્રીમાં ડાઈવર્સિટી માટેની સેવા

બુલા ચક્રવર્તીઃ- AGBO સાઉથ લંડનમાં કોમ્યુનિટીની નઅંદર કળાક્ષેત્રની સેવા

ઉમા નાલાયિની ફર્નાન્ડીસઃ મિડલસેક્સમાં કોમ્યુનિટી હેલ્થકેર ક્ષેત્રની સ્વૈચ્છિક સેવા

સુરજ ખાન ખંડેલવાલઃ S&A ડ્રેપર્સ લિમિ. અને SDL સીક્યોર ડિપોઝિટ લિમિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર. લેસ્ટરમાં બિઝનેસ અને કોમ્યુનિટીની સેવા

વિનોદ મથુરદાસ કોટેચાઃ નોર્થ લંડનમાં એશિયન કોમ્યુનિટીની સેવા

મોહમ્મદ તૌકીર મલિકઃ કાઉન્સિલર, એબરડીન સિટી કાઉન્સિલ. એબરડીનમાં કોમ્યુનિટીની સેવા

ઈફેત અનવર મિયાઃ ઓલ પાકિસ્તાન વિમેન્સ એસોસિયેશન, બર્મિંગહામ બ્રાન્ચના સ્થાપક સભ્ય. કોમ્યુનિટીની સેવા

ડો. સોહેલ મુન્શીઃ જનરલ પ્રેક્ટિશનર, ફાઈવ ઓક્સ ફેમિલી પ્રેક્ટિસ, નોર્થ માન્ચેસ્ટર. પ્રાઈમરી કેર ક્ષેત્રની સેવા

મોહિન્દરસિંહ સાંઘાઃ શીખ કાઉન્સિલના બોર્ડ ઓફ જથેદાર્સના સભ્ય. લેસ્ટરમાં કોમ્યુનિટીની સેવા

કાંડિયાહ સિવાયોગાઈશ્વરનઃ મિડલેન્ડ્સ તામિલ કલ્ચરલ એસોસિયેશન તેમજ બર્મિંગહામમાં યુવા વર્ગની સેવા                                                                         


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter