ક્વીનનાં નવા જૂતાં ફૂટવુમન પહેરશે

Wednesday 26th April 2017 06:59 EDT
 
 

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીય દ્વારા ’ફૂટવુમન’ની નિયક્તિ કરવામાં આવી છે. તેનું કામ મહારાણીના નવા પગરખાં પહેરીને બકિંગહામ પેલેસમાં આંટાફેરા કરવાનું રહેશે. નવા બૂટ કે પગરખાંથી મહારાણીના પગમાં આંટ કે છાલાં ન પડે અને તેમને પહેરવામાં આરામદાયક બની રહે તે માટે ફૂટવુમન તેને પહેલા પહેરીને સ્મૂધ બનાવશે. તેણે કોટનના મોજાં અને ફૂટવેર પહેરીને કાર્પેટ પર ચાલવાનું રહે છે.

મહારાણીની ફૂટવુમનની પસંદગી માટે ઈન્ટરવ્યુ લેવાયા હતા. જે મહિલાના પગમાંથી દુર્ગંધ આવતી ન હોય તેના પર ખાસ ધ્યાન અપાયું હતું. મહારાણી જે પ્રમાણે લાંબા પગલાં ભરીને ચાલે છે તે રીતે જ ઉમેદવાર મહિલાએ ચોક્કસ પગલાં ભરીને ચાલવાનું હતું, જેથી નવા જૂતાં પહેરીને ચાલતી વખતે ખોટું વજન આવે નહિ. ફૂટવુમનને કેટલું વેતન અપાશે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી.

મહારાણીના પગરખાની કિંમત જ સામાન્ય રીતે ૧૦૦૦ પાઉન્ડ જેટલી હોય છે. તેઓ મોટા ભાગે ઓછી હિલના કાળા રંગના જૂતાં પહેરે છે. ક્વીનના જૂતાંની સાઈઝ ૪ છે અને એક જોડી જૂતાંની ડિઝાઈન કરવા માટે ચાર માણસોની એક ટીમ કામે લગાવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter