ક્વીન્સ ઓનર્સ લિસ્ટ- ૨૦૨૧માં ૧૪.૨ ટકા વિજેતાની BAME પશ્ચાદભૂ

અસામાન્ય યોગદાન આપનારા ૧,૨૩૯ વિજેતાની કદરઃ૩૯૭ BEM, ૪૭૬ MBE અને ૨૫૦ OBE: આશરે ૨૭ બ્રિટિશ એશિયન મહિલા અને ૫૫ બ્રિટિશ એશિયન પુરુષોનો સમાવેશ

Wednesday 06th January 2021 06:34 EST
 
 

લંડનઃ ૨૦૨૦ના વર્ષમાં કોરોના મહામારાએ માઝા મૂકી ત્યારે કોમ્યુનિટીની નિઃસ્વાર્થ સેવા કરનારાઓએ પડકાર ઝીલી લીધો હતો. હજારોની સંખ્યામાં જાહેર ક્ષેત્રના અને કોમ્યુનિટી વર્કર્સના પ્રયાસો અભૂતપૂર્વ રહ્યા અને ફ્રન્ટલાઈન કામગીરી કરનારા લોકોના નિશ્ચય અને ધૈર્યની પરીક્ષા પણ થઈ હતી.

ક્વીન્સ ન્યૂ યર ઓનર્સ લિસ્ટમાં યુનાઈટેડ કિંગ્ડમના ચાર દેશમાંથી અસામાન્ય યોગદાન આપનારા ૧,૨૩૯ વિજેતાની કદર કરવામાં આવી છે. આ યાદીમાં ૧૨૩ (૧૦ ટકા) સન્માનિતો હેલ્થ અને સોશિયલ કેર વર્કર્સ છે જેમણે, કોવિડ-૧૯ મહામારીનો સામનો કરવામાં ગણનાપાત્ર ફાળો આપ્યો છે. ઓનર્સ યાદીમાં ભારતીય, પાકિસ્તાની, બાંગલાદેશ અને શ્રીલંકન મૂળના આશરે ૨૭ બ્રિટિશ એશિયન મહિલા અને ૫૫ બ્રિટિશ એશિયન પુરુષોનો સમાવેશ થયો છે.

સન્માનિત ૧૨૩૯ લોકોમાં ૧૧૨૩ની (૩૯૭ BEM, ૪૭૬ MBE અને ૨૫૦ OBE) કદર કરવામાં આવી છે. ૮૦૩ (૬૫ ટકા) લોકોએ પોતાની કોમ્યુનિટીમાં સવેતન અથવા અવેતન અભુતપૂર્વ કામગીરી બજાવી છે. યાદીમાં ૬૦૩ (૪૯ ટકા) મહિલા સન્માનિતો છે જ્યારે ૧૪.૨ ટકા સફળ સન્માનિતો BAME બેકગ્રાઉન્ડ  તેમજ ૬.૯ ટકા લોકો ડિસેબિલિટી- અક્ષમતા ધરાવે છે. સન્માનિતોમાં ૪ ટકા તો LGBT+ સમૂહના છે.

આર્કિટેક્ટ ડેવિડ શિપરફિલ્ડને સ્થાપત્યક્ષેત્રની સેવા બદલ કમ્પેનિયન ઓફ ઓનરનું સન્માન અપાયું છે. યુગાન્ડામાં જન્મેલા અને કાર્ડિફના હરિલાલ પટેલને કાર્ડિફમાં સામાજિક સંવાદિતાના ક્ષેત્રની સેવા બદલ તેમજ કોવિડ-૧૯ મહામારી દરમિયાન NHS અને વંશીય લઘુમતી સમુદાયની સેવા બદલ આશા રાની ડેને બ્રિટિશ એમ્પાયર મેડલ (BEM)ની નવાજેશ કરવામાં આવી છે.

શીખ અને શીખ વારસાઈના વધુ મહત્ત્વના ૧૦ નામોમાં ધ પ્રિઝન ઓપ્ટિશિયન્સ ટ્રસ્ટના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તનજિતસિંહ દોસાંજ OBE, વેસ્ટ લંડનમાં કોમ્યુનિટીની સેવા માટે દલજિતસિંહ ગ્રેવાલ, ચેરિટી શીખ ફૂડ બેન્કના સ્થાપક ચરણદીપ સિંહનો પણ સમાવેશ થયો છે.

બ્રિટનના બિઝનેસ સેક્ટરની આગેકૂચ

આ ઓનર્સ લિસ્ટમાં કોવિડ-૧૯ મહામારીના સમયમાં બ્રિટનના બિઝનેસ સેક્ટરની કામગીરીનું ઉદાહરણ જોવા મળે છે. કોરોના પડકારના સામના માટે પોતાના સ્રોતોને ઉપયોગમાં લેનારા અથવા બિઝનેસ મોડેલ્સનું રુપાંતર કરનારા નાના બિઝનેસ માલિકોથી માંડી ગ્રાહકોને આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તેની ચોકસાઈ રાખનારા સુપરમાર્કેટ્સના વર્કર્સનો આ યાદીમાં સમાવેશ કરાયો છે. યાદી અનુસાર ૧૧૧ (૯ ટકા) લોકોની બિઝનેસ અને ઈકોનોમીની સેવા બદલ કદર કરાઈ છે. સન્માન હાંસલ કરનારામાં કોમ્યુનિટીને યોગદાન કરનારાની બહુમતી છે. ૬૫ ટકા લોકોને તેમના કોમ્યુનિટીના સેવાકાર્ય માટે સન્માનિત કરાયા છે.

ઓનર્સ રેકોર્ડ્ઝની નોંધણી કરાયા પછી વિલ્ટશાયરની સેલિસબરીની ૧૦૬ વર્ષની મહિલા એન બેકર સૌથી વૃદ્દ મહિલા છે જેમને NSPCC માટે ભંડોળ એકત્ર કરવા બદલ MBEની નવાજેશ થઈ છે. તેમના પછી ૧૦૪ વર્ષનાં રુથ સૌન્ડર્સ છે જેમને, થેમ્સ વેલી એર એમ્બ્યુલન્સ માટે નામા એકત્ર કરવા મેરેથોન ચાલવા બદલ MBEની નવાજેશ કરાઈ છે. આ યાદીમાં સૌથી યુવાન સન્માનિત ૨૦ વર્ષની સામાહ ખલીલ છે જેને ઓલ્ધામના યુથ મેયરની કામગીરી બદલ BEM સન્માન અપાયું છે.

કમ્પેનિયન્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બાથ

• માલિની નેભરાજાણી – સરકારી કાનૂન વિભાગમાં હેલ્થ અને સોશિયલ કેર લીગલ એડવાઈઝર્સના લીગલ ડાયરેક્ટર. જાહેર ક્ષેત્રની સેવા (લંડન, ગ્રેટર લંડન)

 

કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર -- CBE

• ડો. મીના ગોલશન – ઓફિસ ફોર ન્યુક્લીઅર રેગ્યુલેશનના ડેપ્યુટી ચીફ ઈન્સ્પેક્ટર. ન્યુક્લીઅર રેગ્યુલેશન ક્ષેત્રની સેવા (હેલ્સબી, ચેશાયર) • પ્રોફેસર ઉષા ક્લેર ગોસ્વામી FBA – યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજમાં કોગ્નિટિવ ડેવલપમેન્ટ ન્યૂરોસાયન્સના પ્રોફેસર. શૈક્ષણિક સંશોધન ક્ષેત્રની સેવા ( કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર • પ્રીથા રામચન્દ્રન -- ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સમાં સાઉથ ઈસ્ટ યુનિવર્સલ ક્રેડિટ ઓપરેશન્સના ગ્રૂપ ડાયરેક્ટર. બેરોજગારોની સેવા ( લંડન, ગ્રેટર લંડન)

 

ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર -- OBE

• તનજિત સિંહ દોસાંઝ --  ધ પ્રિઝન્સ ઓપ્ટિશિયન્સ ટ્રસ્ટના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. પ્રિઝન્સ અને પુનઃ અપરાધમાં ઘટાડા વિભાગમાં ઓપ્ટોમેટ્રી ક્ષેત્રની સેવા (રોચેસ્ટર, કેન્ટ) • દિપાન્વિતા ગાંગુલી – સટન કોલેજના પ્રિન્સિપાલ. લંડનમાં એડલ્ટ એજ્યુકેશનની સેવા (લંડન, ગ્રેટર લંડન) • પ્રોફેસર સુનિથા રામાણી મૂનેસિંઘે – યુનિવર્સિટી કોલેજ લંડનમાં પ્રીઓપરેટિવ મેડિસીનના પ્રોફેસર અને કન્સલ્ટન્ટ એનેથેસિસ્ટ. એનેસ્થેશિઆ, પ્રીઓપરેટિવ અને ક્રિટિકલ કેર ક્ષેત્રની સેવા (અકફિલ્ડ, ઈસ્ટ સસેક્સ) • લોર્ડ દલજિતસિંહ રાણા MBE – અન્ડ્રાસ હાઉસ લિમિટેડના ચેરમેન. બિઝનેસ ક્ષેત્ર તેમજ નોર્ધર્ન આયલેન્ડમાં ઈકોનોમીની સેવા (બેલફાસ્ટ) • અશિયાહ રાવત – સ્ટાર એકેડેમિઝના એક્ઝિક્યુટિવ પ્રિન્સિપાલ. બર્મિંગહામમાં શિક્ષણક્ષેત્રની સેવા (વોલસાલ, વેસ્ટ મિડલેન્ડ્સ)  • મૃણાલ સિસોદિયા -- નેશનલ નેટવર્ક ઓફ પેરન્ટ કેરર ફોરમ્સના સહઅધ્યક્ષ. કોવિડ-૧૯ રિસ્પોન્સ દરમિયાન વિશેષ શૈક્ષણિક જરુરિયાત અને અક્ષમતા સાથેના બાળકો અને યુવાનોની સેવા. (બેડફોર્ડ, બેડફોર્ડશાયર) • નીના મિનૂ વાડિયા – મનોરંજન અને ચેરિટી ક્ષેત્રની સેવા. (સ્ટેઈનેસ, સરે) • ગજન લાવન વાલ્લુપ્પીલ્લાઈ – ઈક્વલિટી અને કોમ્યુનિટી સંવાદિતાની સેવા (લંડન, ગ્રેટર લંડન) • પ્રોફેસર પાર્થસારથી કાર – પોર્ટ્સમથ હોસ્પિટલ્સ NHS ટ્રસ્ટમાં કન્સલ્ટન્ટ અને એન્ડોક્રીનોલોજીસ્ટ. ડાયાબિટીસ ધરાવતા લોકોની સેવા (સાઉથસી, હેમ્પશાયર)

 

મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર - MBE

• પ્રોફેસર અલકા સુરજપ્રકાશ આહુજા – રોયલ કોલેજ ઓફ સાઈકીઆટ્રિસ્ટ્સ (વેલ્સ)માં કન્સલ્ટન્ટ ચાઈલ્ડ અને કિશોરવય સાઈકીઆટ્રિસ્ટ. કોવિડ-૧૯ રિસ્પોન્સ દરમિયાન NHSને સેવા (કાર્ડિફ, સાઉથ ગ્લેમોર્ગન) • ૨બિન્દર નાથ ભાનોટ JP – વેલબીઈંગ એન્ડ કોમ્યુનિટી એક્શન ક્ષેત્રમાં, ખાસ કરીને કોવિડ-૧૯ રિસ્પોન્સ દરમિયાન સેવા, (ચિગવેલ, ઈસેક્સ). • ડો. હરનોવદીપ સિંહ ભારજ – બોલ્ટન NHS ફાઉન્ડેશન ટ્રસ્ટમાં ડાયાબિટીસ અને જનરલ મેડિસીન કન્સલ્ટન્ટ. સાઉથ એશિયન કોમ્યુનિટીમાં ડાયાબિટીસ ધરાવતા લોકોની સેવા (બોલ્ટન, ગ્રેટર માન્ચેસ્ટર) • ડો. આનંદ જ્હોન ચિટનીસ – જનરલ પ્રેક્ટિશનર, ધ કેસલ પ્રેક્ટિસ, બર્મિંગહામ. NHS,મેન્ટલ હેલ્થ અને ડિસેબિલીટીઝની સેવા. (સટન કોલ્ડફિલ્ડ, વેસ્ટ મિડલેન્ડ્સ) • ઈસ્માઈલ મોહમ્મદ ગાંગટ – અઝહર એકેડેમી ગર્લ્સ સ્કૂલ, ફોરેસ્ટ ગેટના સ્થાપક અને માલિક. ઈસ્ટ લંડનમાં શિક્ષણક્ષેત્રની સેવા (લંડન, ગ્રેટર લંડન) • શ્રવણ જશવંતરાય જોશી – ડાઈવર્સિટી અને બ્રિટિશ હિન્દુ કોમ્યુનિટીની સેવા (લંડન, ગ્રેટર લંડન)  • ડો. શિકાંધિની કનાગાસુંદરમ — ઈન્ફેક્શન પ્રીવેન્શન એન્ડ કન્ટ્રોલના ડાયરેક્ટર અને ધ પ્રિન્સેસ એલેક્ઝાન્ડ્રા હોસ્પિટલ NHS ટ્રસ્ટના કન્સલ્ટન્ટ માઈક્રોબાયોલોજિસ્ટ. માઈક્રોબાયોલોજી, ઈન્ફેક્શન પ્રીવેન્શન એન્ડ કન્ટ્રોલ ક્ષેત્રમાં અને ખાસ કરીને કોવિડ-૧૯ રિસ્પોન્સ દરમિયાન સેવા (લાઉટોન, ઈસેક્સ) • હરજિન્દરકોર કાન્ડોલા—બાર્નેટ, એન્ડફિલ્ડ એન્ડ હેરિન્જે મેન્ટલ હેલ્થ NHS ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ. માનસિક આરોગ્ય ક્ષેત્રની અને ખાસ કરીને કોવિડ -૧૯ રિસ્પોન્સ દરમિયાન સેવા.(આર્લેસી, બેડફોર્ડશાયર). • રુચિ નંદા – ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડના પૂર્વ એકાઉન્ટ મેનેજર. વેપાર, ઈન્વેસ્ટમેન્ટ અને બિઝનેસ સપોર્ટ ક્ષેત્રની સેવા (હોક્લી, ઈસેક્સ) • સત્યેશ પરમાર – ક્વીન એલિઝાબેથ હોસ્પિટલ, બર્મિંગહામમાં કન્સલ્ટન્ટ સર્જન. ઓરલ અને મેક્લિસોફેસિયલ કેન્સર સર્જરી ક્ષેત્રની સેવા. (સોલિહલ, વેસ્ટ મિડલેન્ડ્સ) • ભવેન પાઠક – બિઝનેસ અને બ્રિટિશ હિન્દુઈઝમની સેવા (લંડન, ગ્રેટર લંડન) • નિરજકુમાર શર્મા – ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટ, હોમ ઓફિસમાં ઈમિગ્રેશન લાયેઝન ઓફિસર જાહેરક્ષેત્રની સેવા (વિદેશ) • સુનિતા બેન સિંગલ -- ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સમાં નેસનલ એમ્પ્લોયર એન્ડ પાર્ટનરશિપ ટીમના ડાઈવર્સિટી અને ઈક્વલિટી અગ્રણી. ડાઈવર્સિટી અને સર્વસમાવેશિતા ક્ષેત્રની સેવા (સટન કોલ્ડફિલ્ડ, વેસ્ટ મિડલેન્ડ્સ) • સાસી શ્રીનિવાસન – લંડન બરો ઓફ બ્રેન્ટમાં અર્લી યર્સ મેનેજર. શિક્ષણક્ષેત્રની સેવા (લંડન, ગ્રેટર લંડન) • ડો. આશા થોમસન – સ્પેશિયાલિટી ડેન્ટિસ્ટ. ઈસ્ટ એંગ્લિઆ NHS ઈંગ્લેન્ડના સીનિયર ક્લિનિકલ લીડરશિપ ફેલો અને કિંગ્સ કોલેજ લંડનમાં ઓરલ સર્જરીના સીનિયર ક્લિનિકલ  ટીચર. NHSની, ખાસ કરીને કોવિડ -૧૯ રિસ્પોન્સ દરમિયાન સેવા (ચેમ્સફોર્ડ, ઈસેક્સ) • અંજુ ત્રિવેદી—યુનિવર્સિટી ઓફ લેસ્ટરમાં રિજિયોનલ બિઝનેસ એન્ગેજમેન્ટના વડા. બિઝનેસ ઈનોવેશન તેમજ લેસ્ટરશાયરમાં ઈકોનોમીની સેવા (લેસ્ટર, લેસ્ટરશાયર) • રાજિન્દર ટુમ્બર – અર્નસ્ટ એન્ડ યંગમાં સાઈબર સિક્યુરિટી એક્ઝિક્યુટિવ. સાઈબર સિક્યુરિટી ઈન્ડસ્ટ્રીની સેવા (લંડન, ગ્રેટર લંડન) • મનોજ વરસાણી – SOS સપ્લાઈઝના સ્થાપક. કોવિડ -૧૯ રિસ્પોન્સ દરમિયાન પ્રોટેક્ટિવ કેર ક્ષેત્રની સેવા (લંડન, ગ્રેટર લંડન) • આનંદ ભટ્ટ – આકાશ ઓડેદરા કંપનીના સહસ્થાપક. ડાન્સ અને લેસ્ટરમાં કોમ્યુનિટીની સેવાના ક્ષેત્ર (લેસ્ટર, લેસ્ટરશાયર) • સ્વર્ણ ચૌધરી – કિડની રિસર્ચ યુકે, ઓર્ગન ડોનેશન અને સ્કોટલેન્ડમાં સાઉથ એશિયન કોમ્યુનિટીઓની સેવા (ગ્લાસગો) • આશા રાણી ડે – લેસ્ટરશાયર પાર્ટનરશિપ NHS ટ્રસ્ટમાં નર્સ, હેલ્થ વિઝિટર અને ક્લિનિકલ ટીમ લીડર. કોવિડ -૧૯ રિસ્પોન્સ દરમિયાન NHS  અને વંશીય લઘુમતી સમાનતા ક્ષેત્રની સેવા. ( ફ્લેકની, લેસ્ટરશાયર) • દલજીત સિંહ ગ્રેવાલ – વેસ્ટ લંડનમાં કોમ્યુનિટીની અને ખાસ કરીને કોવિડ -૧૯ રિસ્પોન્સ દરમિયાન સેવા (લંડન, ગ્રેટર લંડન) • માયા જોશી -- લેસ્ટરશાયરમાં નિરાધાર લોકોની સેવા (લેસ્ટર, લેસ્ટરશાયર) • સંજય જયેન્દ્ર કારા – BAPS સ્વામીનારાયણ સંસ્થા (નીસડન ટેમ્પલ)ના ટ્રસ્ટી. યુકેમાં કોમ્યુનિટી સંવાદિતા, જાહેર અને ચેરિટેબલ સર્વિસીસ ક્ષેત્રની સેવા (લંડન, ગ્રેટર લંડન) • આકાશ ઓડેદરા -- આકાશ ઓડેદરા કંપનીના સહસ્થાપક. ડાન્સ અને લેસ્ટરમાં કોમ્યુનિટીની સેવાના ક્ષેત્ર (લેસ્ટર, લેસ્ટરશાયર) • હરિલાલ નારણદાસ પટેલ – કાર્ડિફમાં કોમ્યુનિટી સંવાદિતાના ક્ષેત્રની સેવા (કાર્ડિફ, સાઉથ ગ્લેમોર્ગન) • ચરણદીપ સિંહ – ધ શીખ ફૂડ બેન્કના સ્થાપક. કોવિડ -૧૯ રિસ્પોન્સ દરમિયાન ચેરિટી ૭ત્રમાં સેવા (પાઈસ્લી, રેન્ફ્રુશાયર)

 

ડિપ્લોમેટિક સર્વિસ અને ઓવરસીઝ

LVO

• શુટિકા પટેલ M.V.O. –રોયલ કલેક્શન, રોયલ હાઉસહોલ્ડમાં ફોટોગ્રાફિક સર્વિસીસના પૂર્વ વડા

 

આર્મી....

મેમ્બર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર - MBE

• મેજર પ્રિયુમ પટેલ • સાર્જન્ટ સર્વજિત પાલ સિંહ

ઓફિસર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર -- OBE

• ડો. રઘુ રામ પિલ્લારીસેટ્ટી – ડાયરેક્ટર અને કન્સલ્ટન્ટ બ્રેસ્ટ સર્જન, KIMS-USHALAKSHMI સેન્ટર ફોર બ્રેસ્ટ ટિસીઝ. બ્રેસ્ટ કેન્સર ક્ષેત્રની સેવા માટે • સંજય પટેલ – સ્ટેશન સોકરના સ્થાપક.  સામાજિક ગતિશીલતા, એટલાન્ટામાં ફૂટબોલ મારફત સમૃદ્ધ અને એજ્યુકેશનને ઉત્તેજન માટે.

ડિપ્લોમેટિક સર્વિસ બ્રિટિશ એમ્પાયર મેડલ -- BEM

• પ્રદીપકુમાર પરમાર -- ડેસ્ક ઓફિસર. ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ સર્વિસીસ. બ્રિટિશ ફોરેન પોલિસી ક્ષેત્રની સેવા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter