ક્વીન્સ બર્થડે ઓનર્સ લિસ્ટમાં વેક્સિન સંશોધન અને કોમ્યુનિટી સેવાને પ્રાધાન્ય

વંશીય લઘુમતી કોમ્યુનિટીના ૧૫ ટકા સન્માનિતોમાં ૬.૮ ટકા એશિયનોઃ ભારતીય મૂળના ૩૦થી વધુ લોકોને સન્માન

Wednesday 16th June 2021 05:40 EDT
 
 

વર્ષ ૨૦૨૧ માટે ક્વીન્સ બર્થડે ઓનર્સ લિસ્ટ અત્યાર સુધીમાં વંશીય દૃષ્ટિએ સૌથી વધુ વૈવિધ્યપૂર્ણ રહ્યું છે જેમાં ૧૫ ટકા સન્માનિતો વંશીય લઘુમતી પશ્ચાભૂ ધરાવે છે. આમાંથી કોવિડ-૧૯ મહામારીમાં સેવા બદલ ૨૩ ટકા સન્માનિતોને યાદીમાં સ્થાન અપાયું છે. યાદીમાં આશરે ૧,૧૨૯ લોકોને કોમ્યુનિટીઝ, હેલ્થ અને સોશિયલ કેર તેમજ મહત્ત્વપૂર્ણ માળખાકીય સપોર્ટ આપવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. એવોર્ડ્ઝની બહુમતી પોતાની કોમ્યુનિટીઓમાં યોગદાન આપવાની છે. સન્માન પ્રાપ્ત કરનારાઓમાં ૬૨ ટકાની કદર તેમના કોમ્યુનિટી કામગીરી બદલ કરાઈ છે જેમાંથી ૫૬૭ મહિલા છે. આ યાદીમાં ૩૦થી વધુ ભારતવંશી લોકોને સ્થાન અપાયું છે.

સ્ટાર એકેડેમિક્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હમીદ પટેલ CBEને શિક્ષણક્ષેત્રની (બ્લેકબર્ન, લેન્કેશાયર) સેવા બદલ નાઈટ્સ બેચલર- નાઈટહૂડ એનાયત કરાયું છે. તેઓ ઘણા વર્ષો પછી આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનારા પ્રથમ એશિયન બન્યા છે. ‘ફ્રીપીરિયડ્સ’ કેમ્પેઈનના સ્થાપક અમિકા જ્યોર્જને શિક્ષણક્ષેત્રની સેવા બદલ માત્ર ૨૧ વર્ષની નાની વયે MBE સન્માન પ્રાપ્ત થયું છે. મેરિયન વેન્ચર્સના વેન્ચર પાર્ટનર અને ઈનોવેટ યુકે કાઉન્સિલના સભ્ય પ્રિયા ગુહાને પણ આંતરરાષ્ટ્રીય વેપાર અને મહિલા નેતૃત્વમાં ઈનોવેશન ક્ષેત્રની સેવા બદલ MBE સન્માન પ્રાપ્ત થયું છે. કોલકાતામાં જન્મેલાં દિવ્યા ચઢ્ઢા માનેકને કોરોના વેક્સિનના સંશોધન અને વિકાસ તેમજ તે પછી ક્લિનિકલ ટ્રાયલ્સમાં સંકળાવા બદલ OBEથી સન્માનિત કરાયાં છે.

કોવિડ વોરિયર્સ અને કોમ્યુનિટીના સેવકોનું સન્માન

મેમ્બર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર – MBEથી સન્માનિતોમાં ડિપાર્ટમેન્ટ ફોર BEISના વેક્સિન ટાસ્ક ફોર્સના દેવિના બેનરજી, મેડિસિનના પ્રોફેસર અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઓફ રિસર્ચ, પોર્ટ્સમથ હોસ્પિટલ્સ યુનિવર્સિટી NHS ટ્રસ્ટના અનૂપ જીવન ચૌહાણ, ગ્રેટર માન્ચેસ્ટરમાં કોમ્યુનિટીની સેવા આપનારા એશ્ટન વોટર્લૂ, ટેમસાઈડના કાઉન્સિલર વિમલકુમાર ચોકસી અને ગ્લોસ્ટરશાયર હોસ્પિટલ્સ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના કન્સલ્ટન્ટ ફીઝિશિયન ડો. અનંથાકૃષ્ણન રઘુરામ, બ્રેસ્ટ કેન્સર અને કાર્ડિફ બ્રેસ્ટ સેન્ટર ચેરિટીને સેવા બદલ કાર્ડિફ અને વેલ યુનિવર્સિટી હેલ્થ બોર્ડના ઓન્કોપ્લાસ્ટિક સર્જન સુમિત ગોયલ તેમજ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એન્જ્યુકેશનના સીનિયર પ્રાઈવેટ સેક્રટરી ગુરવીર ધામીનો સમાવેશ કરાયો છે. ઓક્સફર્ડશાયર વિસ્તારના ૨૬ લોકોનું સન્માન કરાયું છે જેમાંથી બહુમતી સભ્યો મહામારી દરમિયાન અભૂતપૂર્વ કામગીરી બજાવનારા છે. મહામારીમાં લોકોનો જીવન બચાવનારા વેક્સિન સંશોધન અને વિકાસ સાથે સંકળાયેલા યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના સંશોધકોનું પણ સન્માન કરાયું છે.

ક્વીન્સ બર્થડે ઓનર્સમાં શીખ કોમ્યુનિટીની કદર

શીખ કોમ્યુનિટીના અનેક સભ્યોને ક્વીન દ્વારા સન્માનિત કરાયા છે. OBEથી સન્માનિત નોંધપાત્ર મહાનુભાવોમાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ  ઈકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચ (NIESR)ના ડાયરેક્ટર પ્રોફેસર જગજિતસિંહ ચડ્ઢા, નેટવર્ક રેલ (ટેલિકોમ)ના સીનિયર એકાઉન્ટ મેનેજર અને વિમેન ઈન રેઈલના ટ્રસ્ટી રાજિન્દર પ્રીયોર, શીખ રીકવરી નેટવર્કના સ્થાપક અને ચેરમેન જસવિન્દર સિંહ રાય કોવિડ-૧૯ મહામારી દરમિયાન શીખ કોમ્યુનિટીની સેવા તેમજ કોરોના મહામારી દરમિયાન ફાઈનાન્સિયલ ક્ષેત્રની સેવા કરનારા લોઈડ્ઝ બેન્કિંગ ગ્રૂપના જસજ્યોત સિંહનો સમાવેશ થયો છે.

સન્માનિત લોકોની ટકાવારી

• ૬૯૫ (૬૨ ટકા) સન્માનિતોએ પોતાની કોમ્યુનિટીમાં સ્વૈચ્છિક અથવા સવેતન નોંધપાત્ર કામગીરી બજાવી • કુલ સન્માનિતોમાંથી ૫૬૭  (૫૦ ટકા) મહિલા • ૧૫ ટકા સન્માનિતો વંશીય લઘુમતી સમુદાયના છે. • ૬.૮ ટકા લોકો એશિયન વંશીય સમુદાયના છે. • ૪.૨ ટકા લોકો અશ્વેત વંશીય સમુદાયના છે. • સન્માનિતોમાં ૩.૩ ટકા લોકો મિશ્ર વંશીય સમુદાયના છે. • ૦.૭ ટકા લોકો અન્ય વંશીય પશ્ચાદભૂના છે. • ૯ ટકા સન્માનિત લોકો દિવ્યાંગ અથવા દીર્ઘકાલીન આરોગ્ય સમસ્સ્યાથી પીડાય છે. • ૧૭.૩ ટકા સન્માનિત લોકોએ પોતાને નીચલા સામાજિક-આર્થિક પશ્ચાદભૂના ગણાવ્યા છે. • ૫ ટકા લોકો LGBT સમુદાયના છે.

------------------------------------------------------------------------------------------

ક્વીન્સ બર્થડે ઓનર્સ એવોર્ડ્સ લિસ્ટ

 

નાઈટ્સ બેચલર- નાઈટહૂડ

• હમીદ પટેલ CBE: ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, સ્ટાર એકેડેમિક્સ. શિક્ષણક્ષેત્રની સેવા.(બ્લેકબર્ન, લેન્કેશાયર)  

મેમ્બર્સ ઓફ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર - OBE

• રિમ્લા અખ્તર MBE: મુસ્લિમ વિમેન ઈન સ્પોર્ટ નેટવર્કના સહ-સ્થાપક. સ્પોર્ટ્સ ક્ષેત્રમાં ઈક્વલિટી અને ડાઈવર્સિટીની સેવા. (લંડન, ગ્રેટર લંડન) • વિદ્યા અલકેશનઃ ચીફ એક્ઝિક્યુટિવ, પાવર ટુ ચેન્જ ટ્રસ્ટ. સામાજિક સમાનતાના ક્ષેત્રની સેવા  (લંડન, ગ્રેટર લંડન) • પ્રોફેસર જગજિતસિંહ ચડ્ઢાઃ ડાયરેક્ટર, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ  ઈકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચ. ઈકોનોમિક્સ અને આર્થિક નીતિના ક્ષેત્રની સેવા (કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર) • લોલિતા ચક્રબર્તીઃ અભિનેત્રી અને લેખિકા. નાટ્યક્ષેત્રની સેવા (લંડન, ગ્રેટર લંડન) • જાવેદ અખ્તર ખાનઃ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, બર્નાડોઝ, યુવાલોકો અને શિક્ષણક્ષેત્રની સેવા (એઈલ્સબરી, બકિંગહામશાયર) • અદનાન ખાનઃ ટીમ લીડર મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ. ડિફેન્સ ક્ષેત્રની સેવા (લંડન, ગ્રેટર લંડન) • દિવ્યા ચઢ્ઢા માનેકઃ ક્લિનિકલ ટ્રાયલ્સ, વર્કસ્ટ્રીમ લીડ, વેક્સિન ટાસ્કફોર્સ. કોવિડ-૧૯ રિસ્પોન્સ દરમિયાન સરકારની સેવા (લંડન, ગ્રેટર લંડન) • મોહન માનસિગાનીઃ ટ્રસ્ટી, સેન્ટ જ્હોન્સ એમ્બ્યુલન્સ. હેલ્થકેર ક્ષેત્રની ચેરિટેબલ સેવા  (લંડન, ગ્રેટર લંડન) • જસવિન્દર સિંહ રાયઃ શિખ રીકવરી નેટવર્કના સ્થાપક અને ચેરમેન. કોવિડ-૧૯ મહામારી દરમિયાન શીખ કોમ્યુનિટીની સેવા (ડર્બી, ડર્બીશાયર) • સઈદ નઈમ પાશા શાહઃ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગમાં પીપલ, પ્લેસીસ અને કોમ્યુનિટીઝ ડિવિઝનના એન્ગેજમેન્ટ વડા. ફેઈથ કોમ્યુનિટીઝની સેવા (સ્ટ્રેફોર્ડ, ગ્રેટર માન્ચેસ્ટર) • જસજ્યોતસિંહઃ મેનેજિંગ ડાયરેક્ટર, કન્ઝ્યુમર એન્ડ બિઝન્સ બેન્કિંગ, લોઈડ્ઝ બેન્કિંગ ગ્રૂપ. કોવિડ-૧૯ દરમિયાન ફાઈનાન્સિયલ ક્ષેત્રની સેવા. (લંડન, ગ્રેટર લંડન) • સુસ્મિતા સિંહાઃ આર્કિટેક્ટર ક્ષેત્રની સેવા. (લંડન, ગ્રેટર લંડન)

મેમ્બર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર - MBE

• આરિફ મોહિયુદ્દીન અહમદઃ રીડર, કેમ્બ્રિજ યુનિવર્સિટી. શિક્ષણક્ષેત્રની સેવા (કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર) • રશ્મિ શાહિન બેકરઃ સ્ટેપ ટુ ચેન્જ સ્ટુડિયોઝના સ્થાપક. ડિસેબિલિટીઝ સાથેના લોકોની ચેરિટેબલ સેવા. (લંડન, ગ્રેટર લંડન) • પ્રોફેસર અનૂપ જીવન ચૌહાણઃ રેસ્પિરેટરી મેડિસિનના પ્રોફેસર અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઓફ રિસર્ચ, પોર્ટ્સમથ હોસ્પિટલ્સ યુનિવર્સિટી NHS ટ્રસ્ટ. રેસ્પિરેટરી મેડિસિન ક્ષેત્રની સેવા (સાઉધમ્પ્ટન, હેમ્પશાયર) • વિમલકુમાર ચોકસીઃ કાઉન્સિલર, એશ્ટન વોટર્લૂ, ટેમસાઈડ. ગ્રેટર માન્ચેસ્ટરમાં કોમ્યુનિટીની સેવા  (એશ્ટન-અંડર- લાયને, ગ્રેટર માન્ચેસ્ટર) • ગુરવીર ધામીઃ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એન્જ્યુકેશનના સીનિયર પ્રાઈવેટ સેક્રટરી. શિક્ષણક્ષેત્રની સેવા (લંડન, ગ્રેટર લંડન) • પ્રિયા ગુહાઃ વેન્ચર પાર્ટનર, મેરિયન વેન્ચર્સ અને ઈનોવેટ યુકે કાઉન્સિલના સભ્ય.આંતરરાષ્ટ્રીય વેપાર અને મહિલા નેતૃત્વમાં ઈનોવેશન ક્ષેત્રની સેવા. (લંડન, ગ્રેટર લંડન) • ડો. અબ્દુલ હાફિઝઃ એસોસિયેશન ઓફ પાકિસ્તાની ફીઝિશિયન્સ એન્ડ સર્જન્સ ઓફ યુનાઈટેડ કિંગ્ડમના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ. NHSને વિશેષતઃ કોવિડ-૧૯ દરમિયાન સેવા. (વારબર્ટન, ગ્રેટર માન્ચેસ્ટર)• ઝિલઉર હુસૈનઃ ટાવન રેસ્ટોરાંનાં માલિક. કોવિડ-૧૯ મહામારી દરમિયાન પીટરબરામાં કોમ્યુનિટીની સેવા (પીટરબરા, કેમ્બ્રિજશાયર) • દિલાવર હુસૈનઃ ઈન્ટર ફેઈથ અને સામાજિક સુમેળની સેવા (લેસ્ટર, લેસ્ટરશાયર) • કિરણ કુમારી જાસ્સલઃ સીનિયર ઓપરેશનલ મેનેજર, HM પ્રિઝન વિન્ચેસ્ટર. કોવિડ-૧૯ મહામારી દરમિયાન HM પ્રિઝન એન્ડ પ્રોબેશન સર્વિસને તેમજ ડાયઈવર્સિટી અને ઈન્ક્લુઝન ક્ષેત્રની સેવા. (વોકિંગ, સરે) • નહિમ ખાનઃ લીડરશિપ એન્ડ શેર્ડ કેપેબિલિટી, ડિજિટલ ગ્રૂપના ટીમ સભ્ય. વર્ક અને પેન્સન્સ ડિપાર્ટમેન્ટમાં અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી સ્ટાફની સેવા (લંડન, ગ્રેટર લંડન) • ફાહિમા ખાનોમઃ હેલિફેક્સ ચેક ચેલેન્જ અપીલના હબ મેનેજર, વેલ્યુએશન ઓફિસ એજન્સી. કોવિડ-૧૯ દરમિયાન ગ્રાહકોની સેવા (હેલિફેક્સ, વેસ્ટ યોર્કશાયર) • દેવિન્દર જ્હોન લૈલઃ પર્યાવરણ વિભાગમાં ઓઝોન- ગ્રીનહાઉસ ગેસીસના વડા. પર્યાવરણ ક્ષેત્રની સેવા (લંડન, ગ્રેટર લંડન) • નીના મહાલઃ DL ચેર, NHS લેનાર્કશાયર. હેલ્થકેર ક્ષેત્રની સેવા (કોમ્બરનોલ્ડ, ડનબાર્ટનશાયર) • શિવારુબેની મહાથેવાનઃ ક્યુરિક્યુલમ મેનેજર અને ટ્યુટર, રેડબ્રિજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડલ્ટ એજ્યુકેશન. શિક્ષણક્ષેત્રની સેવા (લંડન, ગ્રેટર લંડન) • સોફીઆ મહમૂદઃ ડાયરેક્ટર એમ્પાવરિંગ માઈન્ડ્સ, બ્રેડફોર્ડ. શિક્ષણક્ષેત્રની સેવા (બ્રેડફોર્ડ, વેસ્ટ યોર્કશાયર)• ડો. મૂર્થી લક્ષ્મી નારાયણા મોટુપલ્લીઃ જનરલ પ્રેક્ટિશનર, NHS  ઈસ્ટ લેન્કેશાયર ક્લિનિકલ કમિશનિંગ ગ્રૂપ. અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી ડોક્ટર્સને શિક્ષણ, ટ્રેનિંગ અને સપોર્ટ તેમજ જનરલ પ્રેક્ટિસની સેવા (બ્લેકબર્ન, લેન્કેશાયર) • સારાહ-જેન મુખરજીઃ બ્રિટિશ એગ્રીકલ્ચર અને ખેડૂતોના કલ્યાણની સેવા (રોયસ્ટન, હર્ટફોર્ડશાયર)• મીરા નારણઃ સ્માર્ટ મોટરવેઝ પર રોડ સેફ્ટીના કેમ્પેઈનર. રોડ સેફ્ટી ક્ષેત્રની સેવા. (લેસ્ટર, લેસ્ટરશાયર)•  રોહ્વી મહમૂદ નેમેરઃ કેમકેબના માલિક. કોવિડ-૧૯ દરમિયાન ફ્રન્ટલાઈન NHS વર્કર્સ અને કોમ્યુનિટીની સેવા  (કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર)• ઝાહીર પટેલઃ કેસ પ્રોગ્રેશન ઓફિસર, ઓપરેશનલ ડિલિવરી, ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસ. લો એન્ડ ઓર્ડર ક્ષેત્રની સેવા. (લંડન, ગ્રેટર લંડન) • અશરફ રહીમશા પટેલઃ એસોસિયેટ સ્પેશિયાલિસ્ટ, બ્રેસ્ટ સર્જરી, ધ પ્રિન્સેસ એલેકઝાન્ડ્રા હોસ્પિટલ NHS ટ્રસ્ટ. બ્રેસ્ટ કેન્સરના સંશોધન અને ભંડોળ સંબંધિત સેવા. (હાર્લો, એસેક્સ)• રાજિન્દર પ્રીયોરઃ સીનિયર એકાઉન્ટ મેનેજર નેટવર્ક રેલ (ટેલિકોમ) અને વિમેન ઈન રેઈલના ટ્રસ્ટી. રેઈલ ઈન્ડસ્ટ્રીમાં ડાયવર્સિટી અને ઈન્ક્લુઝન ક્ષેત્રની સેવા બદલ. (લંડન, ગ્રેટર લંડન) • કરીન કુરેશીઃ મેન્ટલ હેલ્થ લીડ, બર્મિંગહામ સિટી યુનિવર્સિટી. માનસિક આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણક્ષેત્રની સેવા (બર્મિંગહામ, વેસ્ટ મિડલેન્ડ્સ) • ડો. અનંથાકૃષ્ણન રઘુરામઃ કન્સલ્ટન્ટ ફીઝિશિયન, ગ્લોસ્ટરશાયર હોસ્પિટલ્સ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ. NHS અને કોવિડ-૧૯ના રિસ્પોન્સની સેવા બદલ (ચેલ્ટનહામ, ગ્લોસ્ટરશાયર) • કેરમલ સિંહઃ પોલીસ સ્ટાફ, એવોન એન્ડ સમરસેટ કોન્સ્ટેબ્યુલરી. પોલિસિંગ અને ડાઈવર્સિટીની સેવા (ડાઉનએન્ડ, ગ્લોસ્ટરશાયર) • રેશમા સોહોનીઃ સીડકેમ્પની સહ-સ્થાપક. બ્રિટિશ ટેકનોલોજી, એન્ટ્રેપ્રીન્યોરશિપ ઈકોસિસ્ટમ ક્ષેત્રની સેવા (લંડન, ગ્રેટર લંડન) • અશોક જેકિશનદાસ ટેઈલરઃ ઓપરેશન્સ ઓફિસર, ગવર્મેન્ટ લીગલ ડિપાર્ટમેન્ટ. સરકારની અને ખાસ કરીને કોવિડ-૧૯ મહામારી દરમિયાન સેવા  (લંડન, ગ્રેટર લંડન) • મુના મોહમ્મદ રશિદ યાસીનઃ મેનેજિંગ ડાયરેક્ટર, ફેર ફાઈનાન્સ. કોવિડ-૧૯ દરમિયાન વંચિત લોકોની ચેરિટેબલ નાણાકીય સેવા (લંડન, ગ્રેટર લંડન)

મેડલિસ્ટ્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર- BEM

• હરમિત અહલુવાલિયાઃ કોવિડ-૧૯ મહામારી દરમિયાન ઈસ્ટ લંડનમાં કોમ્યુનિટીની સેવા (લંડન, ગ્રેટર લંડન) • નગીના અખ્તરઃ કોવિડ-૧૯ મહામારી દરમિયાન બ્રેડફોર્ડ, વેસ્ટ યોર્કશાયરમાં કોમ્યુનિટીની સેવા. (બ્રેડફોર્ડ, વેસ્ટ યોર્કશાયર) • અતિફ અલીઃ કોવિડ-૧૯ મહામારી દરમિયાન બર્મિંગહામમાં કોમ્યુનિટીની સેવા (બર્મિંગહામ, વેસ્ટ મિડલેન્ડ્સ) • સાઈકા અલીઃ સધર્ન વિમેન્સ એઈડ નેટવર્કના સ્થાપક અને ચેર. કોવિડ-૧૯ મહામારી દરમિયાન સાઉથ લંડનમાં કોમ્યુનિટીની સેવા • સઈદ માસુમ અલીઃ પૂર્વ કેસ હેન્ડલર, કો-ઓપરેટિવ બેન્ક. કોવિડ-૧૯ મહામારી દરમિયાન ફાઈનાન્સિયલ સર્વિસીસ અને ગ્રેટર માન્ચેસ્ટરમાં કોમ્યુનિટીની સેવા (ઓલ્ધામ, ગ્રેટર માન્ચેસ્ટર) • હરપ્રીત બૈન્સઃ કોવિડ-૧૯ મહામારી દરમિયાન લંડન બરો ઓફ એલિંગમાં કોમ્યુનિટીની સેવા  (લંડન, ગ્રેટર લંડન) • સંતોખ સિંહ ધાલીવાલઃ 50 Plus ગ્રૂપ, ઈન્ડિયન કોમ્યુનિટી સેન્ટર એસોસિયેશન નોટિંગહામના કો-ઓર્ડિનેટર અને ટ્રેઝરર, નોટિંગહામમાં ભારતીય કોમ્યુનિટીની સેવા. (નોટિંગહામ, નોટિંગહામશાયર) • યુસુફ મોહમ્મદ ઈલ્ટોમઃ લીડર, મુસ્લિમ સ્કાઉટ ફેલોશિપ યુનિટ મેમેજર, ધ સ્કાઉટ એસોસિયેશન. સ્કાઉટિંગ અને યુવા લોકોને સેવા (બર્મિંગહામ, વેસ્ટ મિડલેન્ડ્સ) • વાઝિદ હસનઃ કોવિડ-૧૯ મહામારી દરમિયાન લંડન બરો ઓફ રેડબ્રિજમાં કોમ્યુનિટીની સેવા. (લંડન, ગ્રેટર લંડન) • અબરાર હુસૈનઃ કોવિડ-૧૯ મહામારી દરમિયાન હેલિફેક્સ, વેસ્ટ યોર્કશાયરમાં કોમ્યુનિટીની સેવા. (હેલિફેક્સ, વેસ્ટ યોર્કશાયર) • મોહમ્મદ ઈમરાનઃ બ્રેડફોર્ડ, વેસ્ટ યોર્કશાયરમાં કોમ્યુનિટીની સેવા. (બ્રેડફોર્ડ, વેસ્ટ યોર્કશાયર) • હુમાયુન ઈસ્લામઃ બ્રેડફોર્ડ, વેસ્ટ યોર્કશાયરમાં કોમ્યુનિટીની સેવા. (બ્રેડફોર્ડ, વેસ્ટ યોર્કશાયર) • બશીર કારાઃ ટેનિસની સેવા (સાઉધમ્પ્ટન, હેમ્પશાયર) • પૂજા કાવાઃ મેન્યુફેક્ચરિંગ સ્ટ્રેટેજી લીડ, વેક્સિન્સ ટાસ્કફોર્સ, ડિપાર્ટમેન્ટ ફોર BEIS. કોવિડ-૧૯ વેક્સિનના વિકાસની સેવા  (લંડન, ગ્રેટર લંડન) • રાજ વલી ખાનઃ એઈલ્સબરી, બકિંગહામશાયરમાં કોમ્યુનિટીની સેવા (એઈલ્સબરી, બકિંગહામશાયર) • મનોજ કુમાર લાલઃ ઈમિગ્રેશન ઓફિસર, હોમ ઓફિસ. વેસ્ટ મિડલેન્ડ્સમાં અસહાય માઈગ્રન્ટ્સને મદદની સેવા. (બ્રીઅર્લી હિલ, વેસ્ટ મિડલેન્ડ્સ) • કમર નવાઝઃ ફ્રન્ટલાઈન ફૂ રીટેઈલ વર્કર, ધ કો-ઓપરેટિવ ગ્રૂપ. ફૂડ સપ્લાય ચેઈનની સેવા (સ્ટોકપોર્ટ, ગ્રેટર માન્ચેસ્ટર) • રાજેન્દ્ર પરશોતમ પોપટ પાનખાણીઆઃ સ્ટેનમોર, નોર્થ લંડનમાં વયોવૃદ્ધ લોકો અને કોમ્યુનિટીની સેવા (નોર્થવૂડ, હર્ટફોર્ડશાયર) • ઈદરિસ પટેલઃ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. સપોર્ટિંગ હ્યુમનિટી. ઈલ્ફર્ડ, લંડન બરો ઓફ રેડબ્રિજમાં કોવિડ-૧૯ દરમિયાન કોમ્યુનિટીની સેવા. (લંડન, ગ્રેટર લંડન) • પ્રોશાન્તા લાલ દત્તા પુરોકાયસ્થઃ બાંગલાદેશ હિન્દુ એસોસિયેશન (UK) ને સેવા. (લંડન, ગ્રેટર લંડન) • મોહમ્મદ જમિલ રાધાઃ હેલ્થકેર આસિસ્ટન્ટ, એપ્સમ એન્ડ સેન્ટ હેલીએર યુનિવર્સિટી હોસ્પિટલ્સ NHS  ટ્રસ્ટ. કોવિડ-૧૯ દરમિયાન NHSને સેવા (એપ્સમ, સરે) • મોહમ્મદ સઈદઃ વાઈસ ચેરમેન, કોમ્યુનિટી ફર્સ્ટ, પીટરબરા. કોમ્યુનિટીની સેવા. (પીટરબરા, કેમ્બ્રિજશાયર) • નિખિલ સંતોષઃ કેટરિંગ મેનેજર, સેન્ટ મેરી’સ યુનિવર્સિટી, ટ્વિકેનહામ. ઉચ્ચ શિક્ષણક્ષેત્રની સેવા (લંડન, ગ્રેટર લંડન) • રેહા બેગમ ઉલ્લાહઃ મુસ્લિમાહ સ્પોર્ટ્સ એસોસિયેશનના ટ્રસ્ટી. સ્પોર્ટ્સ ક્ષેત્રની સેવા (લંડન, ગ્રેટર લંડન) • દક્ષા વરસાણીઃ  કોવિડ-૧૯ મહામારી દરમિયાન લંડનમાં કોમ્યુનિટીની સેવા (લંડન, ગ્રેટર લંડન)

ઓવરસીઝ અને આંતરરાષ્ટ્રીય લિસ્ટ

મેમ્બર ઓફ બ્રિટિશ એમ્પાયર  (MBE )

• મોહમ્મદ એમ. અહમદઃ એવિયેશન સિક્યુરિટી લાયેઝન ઓફિસર, બ્રિટિશ એમ્બેસી રિયાધ. વિદેશમાં બ્રિટિશ નાગરિકોની સેવા • જ્યોતિ રામજી- અગ્રવાલઃ ડેસ્ક ઓફિસર, ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ. બ્રિટિશ ફોરેન પોલિસી ક્ષેત્રની સેવા • ઈમ્તિયાઝ રાઝવીઃ ડાયરેક્ટર એક્ઝામિનેશન્સ પાકિસ્તાન, બ્રિટિશ કાઉન્સિલ. વિદેશમાં યુકે એક્ઝામિનેશન્સની સેવા • ટેમી સાંધુઃ પૂર્વ ચેર, માઈનોરિટી એથનિક નેટવર્ક, ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ  ઓફિસ. ડાઈવર્સિટી અને ઈન્ક્લુઝન ક્ષેત્રની સેવા • ટિફેઈન શાહઃ પૂર્વ જોઈન્ટ હેડ, કોવિડ-૧૯ મેડિકલ સપ્લાઈઝ ટીમ, બ્રિટિશ એમ્બેસી, બીજિંગ. ચીનમા  કોવિડ-૧૯ રિસ્પોન્સની સેવા • રાજીવ સિંહઃ પૂર્વ બોર્ડર ફોર્સ હાયર ઓફિસર, બ્રિટિશ એમ્બેસી રબાત. વિદેશમાં બ્રિટિશ નાગરિકોની સેવા • અમિકા જ્યોર્જઃ સૌથી નાની વયના સન્માનિત. ‘ફ્રીપીરિયડ્સ’ કેમ્પેઈનના સ્થાપક. શિક્ષણક્ષેત્રની સેવા • દેવિના બેનરજીઃ ડિપાર્ટમેન્ટ ફોર BEISના વેક્સિન ટાસ્ક ફોર્સ. કોવિડ-૧૯ વેક્સિનના વિકાસની સેવા • સુમિત ગોયલઃ કાર્ડિફ અને વેલ યુનિવર્સિટી હેલ્થ બોર્ડના ઓન્કોપ્લાસ્ટિક સર્જન. બ્રેસ્ટ કેન્સર અને કાર્ડિફ બ્રેસ્ટ સેન્ટર ચેરિટીને સેવા બદલ  

ક્વિન્સ પોલીસ મેડલ – Q.P.M. ઈંગ્લેન્ડ અને વેલ્સ

• મોહમ્મદ વાસિમ ચૌધરીઃ ચીફ સુપરિન્ટેન્ડન્ટ, ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ • ભૂપિન્દર કૌર રાયઃ ટેમ્પરરી ચીફ સુપરિન્ટેન્ડન્ટ, થેમ્સ વેલી પોલીસ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter