ક્વોલિટી ફૂડ્ઝના અરવિંદભાઈ બચુભાઈ સેદાણીને ABPL ગ્રૂપ આદરાંજલિ પાઠવે છે. તેમણે ગુરુવાર 15 ઓક્ટોબર 2026ના રોજ 73 વર્ષની વયે શાંતિપૂર્વક ચિરવિદાય લીધી હતી. કેન્યાના લુનાડા (કિસુમુ)માં 22 નવેમ્બર 1952ના દિવસે જન્મેલા અરવિંદભાઈએ ક્વોલિટી ફૂડ્ઝના વિકાસમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી અને 1981માં અપ્ટોન પાર્ક ખાતે સ્થપાયેલા પારિવારિક ગ્રોસરી બિઝનેસને યુકેના સાઉથ એશિયન સુપરમાર્કેટ સેક્ટરમાં અગ્રેસર તરીકેના નિર્માણમાં તેમના ભાઈઓ પિયુષ અને વિપુલને સપોર્ટ કર્યો હતો. પારિવારિક બિઝનેસ અને તેના દ્વારા કોમ્યુનિટીઓની સેવામાં તેમના યોગદાનને હંમેશાં આદર સાથે યાદ કરવામાં આવશે.
દિવંગત પિતાના માર્ગદર્શન અને આશીર્વાદ સાથે શ્યામ અને કૃષ્ણ પરિવારની વિરાસતને તેમજ ક્વોલિટી ફૂડ્ઝનું ઘડતર કરનારા સખત પરિશ્રમ, સંપ અને સેવાના મૂલ્યોને આગળ ધપાવશે. અરવિંદભાઈને તેમની ધંધાકીય સિદ્ધિઓ ઉપરાંત, દયા, ઉદારતા અને અન્યોને નિઃસ્વાર્થ સેવા માટે જાણીતા સમર્પિત પારિવારિક માનવી તરીકે સસ્નેહ યાદ કરાશે.
સી.બી. પટેલ અને સમગ્ર ABPL ગ્રૂપ તેમના પત્ની હર્ષાબહેન, બાળકો ટિના અને શ્યામ તથા સમગ્ર સેદાણી પરિવારને હાર્દિક દિલસોજી વ્યક્ત કરે છે.
તેમના આત્માને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય અને આ મુશ્કેલ શોકાર્ત સમયમાં પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ અને હુંફ મળે તેવી પ્રાર્થના કરીએ છીએ.
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ।।


