વાસનાભર્યા જીવન માટે ખ્રિસ્તી સાધ્વીએ મોતની બનાવટ કરી

Wednesday 20th February 2019 05:00 EST
 
 

લંડનઃ કોન્વેન્ટની બંધ દીવાલોનાં જીવનથી થાકી ગયેલી ખ્રિસ્તી સાધ્વીએ વાસનાભર્યું જીવન જીવવા માટે પોતાના જ મોતની બનાવટ કરી હતી. તેણે પોતાની જગ્યાએ જીવતું લાગે તેવું પૂતળું બનાવીને તેને ત્યાં જ દફન કરી દીધું હતું અને ત્યાંથી ભાગી ગઈ હતી. યોર્કના આર્ચબિશપ વિલિયમ મેલ્ટને ૧૩૧૭થી ૧૩૪૦ સુધી જાળવી રાખેલા રેકર્ડ્સનું ડિજિટલાઈઝેશન કરી રહેલા આર્કિવિસ્ટ્સે આ કૌભાંડ પકડી પાડ્યુ હતું. આ કૌભાંડ લીડ્સની બેનેડિક્ટાઈન નન જોનના જીવન પર પ્રકાશ પાડે છે.

ખ્રિસ્તી સાધ્વી તેનાં કોન્વેન્ટથી ૩૦ માઈલના અંતરે બેવરલીમાં અભદ્ર જીવન જીવતી મળી આવી ત્યારે ભારે હોબાળો મચી ગયો હતો. રોષે ભરાયેલા આર્ચબિશપે તે કોન્વેન્ટમાં પાછી ફરે તેવી માગણી કરી હતી. ખ્રિસ્તી મહિલા કપટપૂર્વક અધમ જીવન જીવતી હોવાની બાબતે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter