લંડનઃ બીજા વિશ્વયુદ્ધના કોડબ્રેકર એલન ટુરિંગે ૧૯૫૦ની સાલમાં તેમના મેથ્સના પૂર્વ ટીચર ડોનાલ્ડ એપર્સનને લખેલો હોવાનું મનાતો એક પત્ર મળી આવ્યો હતો. આ પત્રની લિલામી કરાશે અને તેના અંદાજે ૩૦,૦૦૦ પાઉન્ડ ઉપજશે તેમ મનાય છે.
ટુરિંગે માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં પ્રોટોટાઈપ ઈલેક્ટ્રોનિક કમ્પ્યુટર્સ પર કામ કરવાનો ખૂબ આનંદ આવતો હોવાનું પત્રમાં લખ્યું હતું. ત્યાં તેમની ફરજ મોટાભાગે ઈલેક્ટ્રોનિક કમ્પ્યુટર્સના ઉપયોગ સંબંધિત હોવાનું જણાવ્યું હતું. વધુમાં આ કામ ખૂબ જ આનંદદાયક છે કારણ કે આ મશીનો પાસે લગભગ બધું જ કામ કરાવી શકાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.


