ગરબે ઘૂમે રે, ગરબે ઘૂમે... આજ મારી અંબા ગરબે ઘૂમે

Thursday 10th October 2024 04:28 EDT
 
 

માત્ર ગુજરાતમાં જ નહીં, દુનિયાભરમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ - ભારતીયો વસે છે ત્યાં ત્યાં ‘વિશ્વના સૌથી લાંબા નૃત્ય ઉત્સવ’ નવરાત્રિની રંગત જામી છે. નવલાં નોરતાની રંગબેરંગી ઉજવણીમાંથી બ્રિટનવાસી ગુજરાતીઓ પણ બાકાત નથી. આવી જ એક તસવીરમાં કરમસદ સમાજ-યુકે દ્વારા ફેલ્ધામમાં યોજાયેલા નવરાત્રિ ફેસ્ટિવલમાં લોકો ઉત્સાહભેર ગરબે ઘૂમતા જોવા મળે છે. ઈંગ્લેન્ડ ઉપરાંત સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં વિવિધ સામાજિક સંગઠનો દ્વારા 1500 કરતાં વધુ સ્થળોએ રાસગરબાના આયોજનો થયાં છે અને લોકો શ્રદ્ધાભેર તેમાં જોડાઇને આદ્યશક્તિની આરાધના કરી રહ્યા છે.




to the free, weekly Gujarat Samachar email newsletter