લંડનઃ ગાંજાનું સેવન કરતાં ટીનેજર્સ ડિપ્રેશનનો ભોગ બને તેવી શક્યતા ૩૩ ટકા વધુ હોવાનું અને આ બાળકો આપઘાત કરે તેવી શક્યતા ત્રણ ગણી વધી જતી હોવાનું આ વિષેના પ્રથમ અભ્યાસમાં જણાયું હતું.
૧૮થી ઓછી વયના ટીનેજર્સમાં ગાંજાના સેવનના પરિણામે ડિપ્રેશનના લીધે હજારો કેસ નોંધાય તેવી શક્યતા છે. આથી બાળકોને ગાંજાના જોખમો વિશે ચેતવવા જોઈએ. ગાંજાને કાયદેસર બનાવવો તે આ બાબતનો અક્સીર ઈલાજ નથી. ટીનેજર્સ અને બાળકો તેનું સેવન કરતાં બંધ થાય તેને પ્રાથમિકતા આપવી જોઈએ તેમ આ અભ્યાસ કરનારા વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું.


