ગાંધીજીની દુર્લભ ટપાલ ટિકિટનો સેટ £૫૦૦,૦૦૦માં વેચાયો.!

Monday 24th April 2017 09:43 EDT
 
 

લંડનઃ મહાત્મા ગાંધીની તસવીરવાળી ખાસ જોવા મળતી ન હોય એવી ચાર સ્ટેમ્પનો દુર્લભ સેટ બ્રિટનમાં ૫૦૦,૦૦૦ પાઉન્ડ (૪.૧૪ કરોડ રૂપિયા)માં વેચાયો હતો. આ ટિકિટ વેચનારા બ્રિટિશ ડીલર સ્ટેન્લી ગિબન્સનું કહેવું છે કે આ ભારતીય સ્ટેમ્પની અત્યાર સુધીની સૌથી ઊંચી કિંમત ઊપજી છે. આ ટિકિટ ગાંધીજીની હત્યા પછી ૧૯૪૮માં બહાર પડી હતી. તેમના કહેવા પ્રમાણે પર્પલ સેટ પોસ્ટલ સ્ટેમ્પનો સંગ્રહ કરનારી ઓસ્ટ્રેલિયન વ્યક્તિને વેચાયો છે. ઉલ્લેખનીય છે કે સ્ટેમ્પની અત્યાર સુધીની સૌથી મોંઘી નિલામી ૭.૪ મિલિયન પાઉન્ડની થઈ છે.

સ્ટેનલીએ જણાવ્યું હતું કે ગાંધીજીની આ સ્ટેમ્પ પર છપાયેલી કિંમત ૧૦ રૂપિયા છે. એક સાથે ૪ સ્ટેમ્પનો આ સેટ ખૂબ જ વિરલ છે. તેને ૧૯૪૮માં એ વખતેના ગવર્નર જનરલના સચિવાલયના સત્તાવાર ઉપયોગ માટે બહાર પડાયો હતો. પર્પલ બ્રાઉન રંગની આ સિરીઝની ફક્ત ૧૩ જ ટપાલ ટિકિટ અત્યારે જોવા મળે છે. તેના પર અંગ્રેજીમાં સર્વિસ લખ્યું છે.

સ્ટૈનલીએ જણાવ્યું હતું કે, આ વર્ષે માર્ચ મહિનામાં ચાર આનાની કિંમતવાળી એક ભારતીય ટપાલ ટિકિટ તેમણે ૧૬૦,૦૦૦ પાઉન્ડ એટલે કે ૯૧.૧૪ લાખ રૂપિયામાં વેચી હતી. એ ટપાલ ટિકિટ પર મહારાણી વિક્ટોરિયાની યુવાવસ્થાની તસ્વીર છે, જેમાં મસ્તક ઊંધુ પ્રિન્ટ થયું હતું.

ગયા વર્ષે પણ સ્ટેનલી ગિબ્સે ઉરૂગ્વેમાં પોસ્ટલ ટિકિટ સંગ્રાહક ક્લાયન્ટને ગયા વર્ષે માત્ર ગાંધીજીની તસ્વીરવાળી ટિકિટ ૧૧૦,૦૦૦ પાઉન્ડ એટલે કે ૧.૩૨ કરોડ રૂપિયામાં વેચી હતી. એ ટિકિટ ઉપર દસ રૂપિયાની કિંમત છાપેલી હતી. સ્ટેનલી ગિબ્સનના એક રોકાણકાર કીથ હેંડલને ટાંકીને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષથી બજારમાં ભારતની ઊંચી ગુણવત્તાવાળી વિરલ ચીજોના સારા દામ ઊપજે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter