ગાંધીનગરઃ ગ્રંથરત્ન શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - મણિનગર દ્વારા ગાંધીનગરમાં ભવ્ય મંદિરનું નિર્માણ હાથ ધરાયું છે. તે નિમિત્તે ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે સેક્ટર-2માં સ્વામિનારાયણ સંસ્કારધામનો શિલાન્યાસ કર્યો હતો.
સંપ્રદાય આગામી ત્રણ વર્ષમાં ગાંધીનગરમાં પ્રથમ પ્લાસ્ટિક ફ્રી મંદિર બનાવશે. ભગવતપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે સંસ્કારધામના નિર્માણથી મનુષ્ય સત્સંગ અને સંસ્કારથી દીક્ષિત બની વ્યસનરહિત જીવન જીવી શકે છે. પર્યાવરણના રક્ષણ માટે તેમણે વધુ વૃક્ષો વાવવાની હાકલ કરી હતી. ગ્લોબલ વોર્મિંગથી વર્તમાન સમયે પ્રદૂષણનો ઉકેલ લાવવા માટે ઘરઆંગણે વૃક્ષવેલીઓ, નાના છોડવા, તુલસી, પીપળો, લીમડો વગેરે પ્રાણવાયુ આપતા છોડ-વૃક્ષ ઉછેરવા અનુરોધ કર્યો હતો.