લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતીય અને ક્વીન કેમિલા વતી ગત શુક્રવારે આયોજિત બકિંગહામ પેલેસ ગાર્ડન પાર્ટીમાં આમંત્રિત મહેમાનોમાં બર્મિંગહામના વોલન્ટીઅર ગીતા દેવલીઆનો સમાવેશ થયો હતો.
ટાન્ઝાનિયાના આરુશામાં જન્મેલાં ગીતાબહેન 1976માં યુકે આવ્યાં હતાં અને તેમના કામકાજી જીવનનો સૌથી મોટો હિસ્સો કેટબરી યુકે સાથે વીતાવ્યો હતો. તેમણે નિવૃત્તિ પછી પોતાનો સમય અન્યોની મદદ કરવાને સમર્પિત કરવાનું રાખ્યું હતું. અત્યારે તેઓ બર્મિંગહામમાં હાઈફિલ્ડ હોલમાં મેનેજર તરીકે સેવા આપે છે જ્યાં તેમણે વોલન્ટીઅર તરીકે શરૂઆત કરી હતી. તેઓ શહેરની હિન્દુ ગુજરાતી કોમ્યુનિટીને સૌથી લાંબી સેવા આપનારા તેમના માતા બુદ્ધિબહેનની પણ સારસંભાળ લે છે.
આ રોયલ ઈવેન્ટમાં સમગ્ર યુકેમાં પોતાની કોમ્યુનિટીઓને યોગદાન આપનારા વોલન્ટીઅર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અનેો ચેરિટી સપોર્ટર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.


