ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાપ્તાહિકોના ઈન્વેસ્ટિગેટીવ જર્નાલિસ્ટ ધીરેન કાટ્વાને તેમના પત્રકારિત્વ મારફત ગ્લોબલ ઈન્ડિયન ડાયસ્પોરાને નોંધપાત્ર યોગદાન આપવા બદલ એવોર્ડ થકી સન્માનિત કરાયા હતા. મુંબઈમાં પ્રતિષ્ઠિત ઈવેન્ટમાં ભારતીય ન્યૂઝ ચેનલ ખુલાસચ ટીવી (Khulasach TV)ના એડિટર-ઈન-ચીફ શ્રી તારાચંદ વિશ્વકર્માના હસ્તે ધીરેનભાઈ કાટ્વાને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.