ગુજરાત હિન્દુ સોસાયટી દ્વારા ભારતના પ્રજાસત્તાક દિવસની ઊજવણી

Wednesday 11th February 2026 05:39 EST
 
 

પ્રેસ્ટનઃ ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) દ્વારા ભારતના 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સોમવાર 26 જાન્યુઆરીએ સેન્ટર ખાતે પ્રેસિડેન્ટ દશરથભાઈ નાયીના હસ્તે ભારતીય તિરંગાના ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પછી, દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો. દશરથભાઈએ ભારતે સ્વતમત્રતા હાંસલ કર્યા પછી સાધેલી પ્રગતિને બિરદાવી હતી અને આ ઊજવણીમાં ભાગ લેવા બદલ ભારતીય સમુદાયનો આભાર માન્યો હતો.

પ્રજાસત્તાક દિવસની ઊજવણી માટે શનિવાર 31 જાન્યુઆરીએ વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે લેન્કેશાયરના હાઈ શેરીફ જિમ કાર્ટર ચીફ ગેસ્ટ હતા. કાર્યક્રમનો આરંભ આવકારપૂર્ણ દેશભક્તિ ગીત સાથે કરાયો હતો અને આ પછી, પ્રેસિડેન્ટ અને હાઈ શેરીફ દ્વારા પ્રસંગોચિત સંબોધનો કરાયા હતા. હાઈ શેરીફ જિમ કાર્ટરેસમૃદ્ધ સંસ્કૃતિને પ્રદર્શિત કરનારા પરફોરમર્સ અને વોલન્ટીઅર્સને બિરદાવ્યા હતા . ગુજરાતી શાળાના બાળકોને પરીક્ષામાં પાસ થવા માટે સર્ટિફિકેટ્સ તેમજ અબાકસના વિદ્યાર્થીઓને મલેશિયામાં યોજાએલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સિદ્ધિ હાંસલ કરવા બદલ બિરદાવી સર્ટિફિકેટ્સ એનાયત કરાયાં હતાં.

કાર્યક્રમમાં સાંજે ક્લાસિકલ, સમકાલીન અને બોલીવૂડ આધારિત પરફોર્મન્સીસ પ્રસ્તુત કરવામાં આવ્યાં હતાં. ભારતના રાષ્ટ્રગીત અને બ્રિટિશ રાષ્ટ્રગીતના ગાયન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. આ સફળ કાર્યક્રમમાં 400થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વિગતો ઈશ્વરભાઈ ટેઈલર પાસેથી 07801849402 પર ફોન દ્વારા મેળવી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter