લંડનઃ શેરબજાર તૂટી શકે પરંતુ, સોનાની કિંમત કદી ઘટતી જોવા મળી નથી. વર્ષ 2024માં સોનાની કિંમતમાં 37 ટકાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે આ વર્ષના 9 જ મહિનામાં તેની કિંમતમાં 36 ટકાનો વધારો થયો છે. સોનાની કિંમત એક ઔંસના 3800 યુએસ ડોલરને વટાવી જવા સાથે વિશ્વના બજારોમાં મહાવિક્રમ સર્જાયો છે. ઈન્વેસ્ટર્સ હોય કે સંસ્થાઓ અથવા પરિવારો હોય, બધા અનિશ્ચિતતાના સંજોગોમાં સંકટની સાંકળ તરીકે સોનામાં ભારે વિશ્વાસ મૂકે છે.
ગત 9 મહિનામાં કિંમતમાં 36 ટકાનો વધારો સોનાની સ્થિતિસ્થાપકતા તેમજ પારંપરિક સંપત્તિઓ દબાણ હેઠળ હોય તેવા વાતાવરણ કે સંજોગોમાં સાતત્યપૂર્ણ વળતર આપવાની ક્ષમતા દર્શાવે છે. ભારતીય ગ્રાહકો માટે આ સમાચાર આનંદના છે કારણ કે સોનું મજબૂત સાંસ્કૃતિક મહત્તાની સાથોસાથ પેઢીઓ સુધી નાણાકીય સ્થિરતા પૂરી પાડવાની બેવડી ભૂમિકા ધરાવે છે.
ગ્રાહકોની માગ સ્થિર રહે છે ત્યારે આ ભાવચક્રમાં નોંધનીય બાબત એ છે કે સંસ્ થાકીય ઈન્વેસ્ટર્સ, સોવરિન વેલ્થ ફંડ્ઝ અને કેન્દ્રીય બેન્કો સોનાના સૌથી મોટા ખરીદાર તરીકે ઉભરી આવેલ છે. તેમની નોંધપાત્ર સહભાગીતા સરહદો,ચલણો અને આર્થિક ચક્રોને વટાવી જતી સંપત્તિ તરીકે સોનાની અનોખી સ્થિતિનું મહત્ત્વ દર્શાવે છે.
માલાબાર ગોલ્ડના મેનેજિંગ ડાયરેક્ટર શામલાલ અહેમદ વિશ્વાસપૂર્વક કહે છે કે લદાતાં ટેરિફ્સ, યુએસ ડોલરની નબળી સ્થિતિ અને અસ્થિર બજારોમાં સ્વર્ગસમાન સુરક્ષિત સંપત્તિની સતત જરૂરિયાત સહિત મેક્રોઈકોનોમિક પરિબળોની સંયુક્ત અસરોના પરિણામે કિંમતની ગતિ વધતી જ રહેશે. આ ગતિશીલતાને નિહાળતા તેઓ સોનાની કિંમત પ્રતિ ઔંસના 5000 યુએસ ડોલર તરફ આગળ વધવાની આગાહી કરે છે. આ વલણ અમારા ગ્રાહકો હંમેશાં માનતા આવ્યા છે કે સોનું માત્ર આભૂષણ જ નથી, પરંતુ વ્યૂહાત્મક અને શાશ્વત રોકાણ છે તેવી માન્યતાને મજબૂતી બક્ષે છે.
ગત 21 મહિનામાં સોનાએ વપરાશકારો અને ઈન્વેસ્ટર્સને 85 ટકા જેટલું વિક્રમી વળતર આપ્યું છે. અન્ય ઈન્વેસ્ટમેન્ટ્સમાં નુકસાન જવાની શક્યતા સામે સોનાએ સતત વધતા રહેવાની ક્ષમતા દર્શાવી છે. ઈતિહાસમાં પ્રથમ વખત સોનાની કિંમત એક ઔંસના 3800 યુએસ ડોલર ( 22000 પ્રતિ ગ્રામ AED, ભારતીય રૂપિયા 10,670 )ને વટાવી ગઈ છે જે વિક્રમી વૈશ્વિક ઊંચી કિંમત છે.