ગ્લાસગોઃ નવી પ્રાઈમરી સ્કૂલોમાં ટૂંક સમયમાં છોકરા અને છોકરીઓ બન્ને જાતિના બાળકો ઉપયોગમાં લઈ શકે તેવા યુનિસેક્સ ટોઈલેટ્સ તૈયાર કરવાની ગ્લાસગો કાઉન્સિલે જાહેરાત કરી હતી. જાતિલક્ષી ઓળખ માટે મુશ્કેલી વેઠી રહેલા બાળકોને તેનાથી રાહત થશે.
કાઉન્સિલના વડા માને છે કે તેના લીધે સમાન જાતિના વોશરૂમ્સમાં થતી હેરાનગતિમાં ઘટાડો થશે અને પોતાની જાતિ વિશે મૂંઝવણ અનુભવતા વિદ્યાર્થીઓને મદદ મળશે.
ગોવાનબેન્ક, બ્લેર્ડેડી અને કાર્નટીન પ્રાઈમરી સ્કૂલોમાં છોકરા અને છોકરીઓ સાથે જ રેસ્ટરૂમનો ઉપયોગ કરશે તે જાણ્યા પછી કેટલાંક પેરન્ટ્સે લોકલ ઓથોરિટીને પોતાનો વાંધો દર્શાવતા પત્રો લખ્યા હતા.


