ચાર વર્ષના વીરની વ્હારે સંખ્યાબંધ માનવતાવાદીઓ...

Saturday 16th May 2020 07:11 EDT
 
 

ભાગ્યેજ થતાં બ્લડ ડીસ ઓર્ડર રોગનો ભોગ ચાર વર્ષનો વીર બન્યો છે. માસૂમ બાળકના બાળપણની આ વ્યથા એક માતાને સ્પર્શી ગઇ. સ્ટેનમોરમાં રહેતા નિરવ અને કિરપા ગુડકાનો આ દિકરો સ્મિટી હિંડોચાની દિકરી સાથે નર્સરીમાં જાય છે. વીરની આ જીનેટીક બ્લડ ડિસ ઓર્ડરની બિમારી ઓછા કેસમાં જોવા મળે છે. એ થઇ હોય તેને કેન્સર થવાનો ય મોટો ખતરો રહેલ છે. Fanconi Aminia નામે જાણીતો આ રોગનો ભોગ બનેલ વીર પ્રત્યે સ્મિટી હિંડોચાને અનુકંપા જાગી અને એમણે અન્યોની મદદથી ઝૂંબેશ શરૂ કરી. એ રોગ વિષેની જાગ્રતતા સમાજમાં આવે અને કોઇના બ્લડ સ્ટીમ સેલ એની સાથે મેચ થાય તો એને જીવત દાન મળે એ માટે રાધિકા માયાએ નેતૃત્વ લીધું.
શુક્રવાર ૮ મે ૨૦૨૦ના રોજ આ માટે ૧૩ કલાકનો એક અદ્ભૂત કાર્યક્રમ ફેસબુક પર યોજાયો. સવારના ૯ થી રાતના ૧૦ સુધીમાં કેટલાક કલાકાર અને ૨૪ બીઝનેસીસે હાથ મિલાવ્યા. અધતન ટેકનોલોજીનો આ કરિશ્મા છે.
ગુજરાતી બાળ ગીતોથી માંડી ફેશન સ્ટાઇલીસ્ટો, ફિટનેસ ઇન્સ્ટ્રક્ટરોથી લઇ બોલીવુડ ગાયકો ને પિયાનોવાદક, લક્ઝરી ગીફટ રેપર્સથી મેકેટોન સંગીત, તબલાવાદન, ફૂટ કેર આદી બીઝનેસ ધરાવતા એમાં સામેલ થયા અને અનુદાન આપ્યું. સેલીબ્રીટી મહેમાનોમાં નવીન કુન્દ્રા અને નૃત્યકાર રાધિકા માયાએ એમની કલા પ્રદર્શનથી સૌના મન મોહ્યાં. ૧૭૦૦ થી વધુ લોકોએ ફેસબુક પર એ નિહાળ્યું અને ૭૧૨૫ પાઉન્ડ એકત્ર થયાં. આ રકમ એન્થની નોલન ચેરિટી ફંડમાં જશે.
આ ઇવેન્ટના આયોજનનું લક્ષ્યાંક એન્થની નોલનમાં વધુ ને વધુ લોકો રજીસ્ટર થાય અને જેને જરૂર હોય એવા સાથે એમના બ્લડ સ્ટીમ સેલ મેચ થાય તો જરૂરતમંદને ટ્રાન્સપ્લાન્ટમાં એ કામ લાગે. કોરોનાને કારણે થોડા સમય બાદ એન્થની નોલનમાં કેટલા રજીસ્ટર થયા એ જાહેર થશે.
સ્ટીમ સેલ દાન માટે રજીસ્ટર થવા વીઝીટ કરો : www.helpveernow.org
દાન માટે વીઝીટ : www.justgiving.com/helpveernowan


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter