ચાર વર્ષીય એશાનું જીવન બચાવવા સ્ટેમ સેલ ડોનર માટે અપીલ

Tuesday 14th September 2021 17:00 EDT
 
 

શ્રીલંકન પરિવારની માતા કવિતા અને પિતા રીશ નાદેશ્વરનની માત્ર ૪ વર્ષની પુત્રી એશાને ૧૩ મે ૨૦૨૧ના રોજ એક્યુટ માયલોઈડ લ્યુકેમિયા (AML) હોવાનું ડોક્ટરોએ નિદાન કર્યું. એશાને ગ્રેટ ઓર્મોન્ડ હોસ્પિટલમાં કિમોથેરાપીના બે સાયકલ પૂરા કરીને ૧૫ વીક ગાળ્યા પછી પણ કોઈ અસર થઈ નહીં. તેની જીંદગી બચાવવા તાકીદે સ્ટેમ સેલ ડોનરની જરૂર છે. જોકે, ડોનરોના વૈશ્વિક રજિસ્ટરમાં પણ તેનું મેચિંગ કોઈ મળતું નથી. આપ તેને જરૂરી મેચ હોઈ શકો.    

આ રજિસ્ટરમાં સાઉથ એશિયની ખૂબ ઓછી સંખ્યા હોય છે. ડાયવર્સ વંશીય વર્ગના દર્દીઓને મેચીંગ ડોનર મેળવવાનું વધુ મુશ્કેલ બની જાય છે. એશાના માતા પિતાએ સાઉથ એશિયન બેકગ્રાઉન્ડ સાથેના લોકોને આગળ આવવા અને ડોનર તરીકે સાઈન અપ કરાવવા અનુરોધ કર્યો છે.
રીશે જણાવ્યું કે એશાને બચાવવા ટ્રાન્સપ્લાન્ટ જ છેલ્લો માર્ગ છે. તેને ડોનર નહીં મળે તો તે બચી નહીં શકે.  
આપની વય ૧૭થી ૫૫ વચ્ચે હોય અને આપ સ્વસ્થ હો તો સ્વેબ કીટ માટે વિનંતી કરો અને લાઈફસેવર બનો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter