લંડનઃ કેમડેન હોટેલમાં ચીઝ થિમ પર આધારિત એક સ્યુટ તૈયાર કરાયો છે. આ સ્યુટમાં ઉતરનારા મહેમાનો કોલ કરીને અસલી ચીઝની આઈટમ્સ તો મંગાવી જ શકે છે, પણ રૂમમાં દરેક ચીજ ચીઝથી બનેલી હોય તેવો આભાસ કરાવે છે. વિશ્વના સૌપ્રથમ ચીઝ થીમ્ડ સ્યુટ તરીકે ઓળખાવાયેલા આ વૈભવી હોટેલમાં સ્યુટમાં પથારી, તકિયાઓ, ધાબળાઓ બધું જ ચીઝ જેવું બનાવવામાં આવ્યું છે એટલે સુધી કે બાથરૂમમાં સાબુ પણ ચીઝ જેવી સુગંધના રખાયા છે.


