ચૂંટણીની જાહેરાતના પગલે ટોરી પાર્ટી માટેનો સપોર્ટ વધી ૪૮ ટકા

Monday 24th April 2017 09:43 EDT
 

લંડનઃ વડા પ્રધાન થેરેસા મેએ તત્કાળ ચૂંટણીની જાહેરાત કર્યાં પછી તેમના પક્ષની સરસાઈમાં ભારે વધારો નોંધાયો છે. તાજા સર્વે અનુસાર ટોરી પાર્ટી માટેનું સમર્થન લેબર પાર્ટીની સરખામણીએ બમણું થયું છે. યુગવના સર્વે મુજબ લેબર પાર્ટી માત્ર ૨૪ ટકા સમર્થન ધરાવે છે. આના પરિણામે, ચૂંટણીમાં જેરેમી કોર્બીનના નેતાપદ હેઠળની પાર્ટીનો ભારે રકાસ થવાના ચિહ્નો દેખાઈ રહ્યાં છે.

જો આ પોલને ધ્યાનમાં લેવામાં આવે તો થેરેસા મેને ૧૦૦થી વધુ બેઠકની સરસાઈ મળી શકે તેમ કહેવાય છે. આથી વધુ ૧૯૯૭માં ટોની બ્લેરના ભવ્ય વિજય પછી ૧૫૦ બેઠકનો આંકડો પણ વટી જવાની શક્યતા છે. ત્રીજા સ્થાન માટેની લડાઈમાં Ukipને પછાડી લિબરલ ડેમોક્રેટ્સ ફાવી જશે તેમ જણાય છે.

આ પોલથી સ્પષ્ટ થાય છે થેરેસા મેએ સાચી દિશામાં જુગાર ખેલ્યો છે. ગત ઉનાળામાં વડા પ્રધાનનું સિંહાસન હાથ કર્યું તે પછી મોટા ભાગના પોલ્સમાં તેમની સરસાઈ રહી છે. અને ૨૦ ટકાથી વધુની સરસાઈ દર્શાવે છે કે મતદારો નવી ચૂંટણીને સમર્થન આપી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter