છગનલાલ જગતીઆને બ્રેવરી એવોર્ડ

Wednesday 04th December 2024 03:59 EST
 
 

લંડનઃ સરેના એઘામના છગનલાલ જગતીઆને 11 ડિસેમ્બર 2024ના રોજ બકિંગહામ બેલેસ ખાતે બ્રેવરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ગ્રીસમાં વિનાશક વાઈલ્ડફાયરમાં થી વયોવૃદ્ધ મહિલાની જિંદગી બચાવી લેવાના વીરતાભર્યા કાર્યના પરિણામે તેમને બ્રેવરી એવોર્ડ એનાયત કરાનાર છે.

 છગનલાલ જગતીઆએ 2018માં 85ના જાન લેનારી અને સેંકડો લોકોને ઘરબારવિહોણા બનાવનારી વિનાશક વાઈલ્ડફાયરમાંથી 95 વર્ષના તેમના દિવ્યાંગ સંબંધીને બચાવવા પોતાના જીવને જોખમમાં મૂક્યો હતો. તેઓ આ સમયે પોતાના પરિવાર સાથે હોટેલમાં રોકાણ કરી રહ્યા હતા. જગતીઆએ મહેમાનોને સ્થળ ખાલી કરાવામા મદદ અને પરિવારની સલામતીની ચોકસાઈમાં ફાયર સેફ્ટી ટ્રેનિંગને કામે લગાવી હતી. આ પછી તેઓ પોતાની પુત્રવધુનાં દાદીમાને બચાવવા પાછા ફર્યા હતા અને મદદ આવી ન પહોંચે ત્યાં સુધી તેમની સાથે જ રોકાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter