જજે બીમાર બાળકીની તરફેણમાં NHSની અરજી ફગાવી

Wednesday 18th September 2019 05:55 EDT
 
 

લંડનઃ હાઈકોર્ટમાં ચાલેલા એક કેસમાં ગંભીર બીમાર બાળકીના માતાપિતા ડોક્ટરોની મરજી વિરુદ્ધ બાળકીના પ્રતિનિધિ તરીકે મુસ્લિમ સંબંધીને નીમવાનો હક્ક જીત્યા હતા. ઈસ્ટ લંડનના ન્યૂ હામની પાંચ વર્ષની બાળકી તફીદા રકીબ ગયા ફેબ્રુઆરીમાં થયેલી ઈજાને લીધે ભાગ્યે જ જોવા મળતી મગજની બીમારીને લીધે કોમામાં સરી ગઈ હતી.

હાઈકોર્ટમા રજૂઆત થઈ હતી કે વ્હાઈટચેપલની રોયલ લંડન હોસ્પિટલના ડોક્ટરોએ આ કેસમાં સાજા થવાની કોઈ આશા ન હોવાનું જણાવ્યું હતું. ડોક્ટરો માને છે કે તેના હિતમાં વેન્ટિલેટર હટાવી દેવું જોઈએ અને શાંતિપૂર્વક મૃત્યુ થવા દેવું જોઈએ. જસ્ટિસ મેકડોનાલ્ડે હોસ્પિટલની અરજી ફગાવી દીધી હતી. જજે જણાવ્યું હતું કે આ કેસની વધુ સુનાવણી દરમિયાન ઉગ્ર દલીલો ન થાય તેવું તેઓ ઈચ્છે છે.

તફીદાની ૩૯ વર્ષીય સોલિસિટર માતા શેલીના બેગમ અને ૪૫ વર્ષીય કન્સ્ટ્રક્શન કન્સલ્ટન્ટ પિતા મોહમ્મદ રકીબ તફીદાને ઈટાલી લઈ જવા માગે છે જ્યાં, હોસ્પિટલના ડોક્ટરો તેની સારવાર કરવા તૈયાર છે.

તફીદાની માતાને ઈસ્લામિક કાઉન્સિલ ઓફ યુરોપ દ્વારા જારી કરાયેલા ફતવામાં જણાવાયું છે કે તેમના બાળકને લાઈફ સપોર્ટિંગ મશીનથી અલગ કરવાની પરવાનગી માતા-પિતા કે અન્ય કોઈ વ્યક્તિ આપી શકે નહિ. તેમાં એવું પણ જણાવાયું છે કે આ મોટું પાપ ગણાશે અને તેમણે ઘણાં ગંભીર પરિણામો ભોગવવા પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter