જય ભોલે

- શશિકાંત દવે, ટૂટિંગ

Friday 08th March 2024 05:06 EST
 
 

જય ભોલે...
મહાશિવરાત્રિ મહાદેવની જય ભોલે જય ભોલે
ધૂન મચાવે દેવ દેવીઓ જય ભોલે જય ભોલે
શંખનાદ કરી ગગન ગજાવે જય ભોલે જય ભોલે
ઝાલરનાં ઝણકારે ઝૂમે જય ભોલે જય ભોલે
સૂર્ય ચંદ્ર તારા મંડળ બોલે જય ભોલે જય ભોલે
હિમાલયનાં શિખર બોલે જય ભોલે જય ભોલે
શ્વેત નીર અલકનંદા ગાજે જય ભોલે જય ભોલે
ભજે ભાગીરથી મંદાકિની જય ભોલે જય ભોલે
શિતળ જળ સરસ્વતિ બોલે જય ભોલે જય ભોલે
ગંગાઘાટ પર સહુ કોઈ બોલે જય ભોલે જય ભોલે
અને મંદિર મંદિર ઘુંમટ ગૂંજે જય ભોલે જય ભોલે
કણ કણ આ ધરતીનું બોલે જય ભોલે જય ભોલે
એક અવાજે ભક્તો બોલે જય ભોલે જય ભોલે
શિશ નમાવી ‘શશિ’ કહે છે જય ભોલે જય ભોલે

- શશિકાંત દવે, ટૂટીંગ, લંડન


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter