ગ્લાસગોઃ માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટે ૪૦ વર્ષીય ડાઈવોર્સી બિઝનેસમેન તાહિર નઝીરને જાતીય અપરાધ આચરવાના ઈરાદે શરાબના નશાયુક્ત મહિલાઓની શોધ, બળાત્કારના પ્રયાસ, જાતીય હુમલા સહિતના ગુનાઓમાં ૧૨ વર્ષ કેદની સજા ફરમાવી છે.
તાહિર નઝીરે શરાબનો નશો ધરાવતી યુવતીઓની શોધમાં સ્કોટલેન્ડથી ઈંગ્લેન્ડ સુધી નવ યુનિવર્સિટીઓની મુલાકાત લીધી હતી. તેને વિદ્યાર્થીઓ સાથે સેક્સનું વળગણ હતું આથી, તે સ્ટુડન્ટ્સ હોલ્સ અને યુનિયન બાર પર નજર રાખતો હતો. શરાબપાન કરેલી સ્ત્રીઓનો પીછો કરી તેમના ઘેર પહોંચતો હતો. નશા હેઠળ સ્ત્રીઓ તેના હુમલાનો સામનો કરી શકે નહિ તેવી તેની ગણતરી હતી. તેણે માન્ચેસ્ટર, કાર્ડિફ, ઓક્સફર્ડ, બ્રિસ્ટોલ, અબેરડીન, ડંડી અને એડિનબરા સહિતના શહેરોમાં છોકરીઓનો પીછો કરી ઘરમાં ઘૂસણખોરી અને જાતીય હુમલાના પ્રયાસો કર્યા હતા.


