બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજના જામનગર વિચરણ દરમિયાન તેમના હસ્તે પ્રેમવતી ઉપાહાર ગૃહની ખાતમૂહુર્ત વિધિ કરાઇ હતી. હરિભક્તોને મંદિરમાં દર્શન અને ભજનની સાથે શુદ્ધ શાકાહારી વાનગીઓના ભોજનનો લાભ મળી રહે તે માટે આ આયોજન હાથ ધરાયું છે. જામનગર મહાનગરપાલિકા અને શહેરની જનતા વતી મેયર અને પદાધિકારીઓ દ્વારા પ.પૂ. મહંત સ્વામીનું સ્વાગત કરાયું હતું તેમજ સન્માન પત્ર તથા સ્મૃતિ ચિહ્ન આપીને અભિવાદન કરાયું હતું. આ પ્રસંગે મેયર વિનોદભાઇ ખીમસુરીયા, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન નીલેશ કગથરા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.


