જિના મિલરનું ઈયુતરફી ઉમેદવારો માટે ફંડ

Monday 01st May 2017 08:42 EDT
 
 

લંડનઃ સુપ્રીમ કોર્ટમાં બ્રેક્ઝિટ મુદ્દે કાનૂની પડકારમાં સફળતા મેળવનાર કેમ્પેઈનર જિના મિલર આગામી સામાન્ય ચૂંટણીમાં ઈયુતરફી ૧૦૦ ઉમેદવારોને સીધો ટેકો આપવા ૩૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ રકમનું ભંડોળ એકત્ર કર્યું છે. જિના મિલર ખુદ ઉમેદવારી કરવાનાં નથી પરંતુ થેરેસા મેના હાર્ડ બ્રેક્ઝિટને ટેકો આપતા રાજકારણીઓને હરાવવાની તક ધરાવતા હોય તેવા ઈયુતરફી ઉમેદવારોને આ નાણા આપશે.

જિના મિલરે ‘બેસ્ટ ફોર બ્રિટન’ વોટિંગ કેમ્પેઈનના લોન્ચિંગમાં જણાવ્યું હતું કે તેમને ૧૦,૦૦૦થી વધુ લોકો પાસેથી આ ડોનેશન મળ્યું છે. કયા ઉમેદવારને ટેકો આપવો તેનો ડેટા તૈયાર કરાઈ રહ્યો છે. જોકે, કન્ઝર્વેટિવ સહિત તમામ પક્ષના ઉમેદવારો તેમની નજરમાં છે. જે મતક્ષેત્રોએ રેફરન્ડમમાં ઈયુમાં રહેવાની અને જેમના સાંસદોએ બ્રેક્ઝિટની તરફેણ કરી હતી તેના પર વધુ ધ્યાન અપાશે.

જિના મિલરના ‘બેસ્ટ ફોર બ્રિટન’ કેમ્પેઈન માટે ઈંગ્લિશ બિઝનેસ મેગ્નેટ સર રિચાર્ડ બ્રાન્સને ૨૫,૦૦૦ પાઉન્ડના દાન ઉપરાંત, ઓફિસની જગ્યા પણ ફાળવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter