એક જાણીતા બેરિસ્ટર, ઓલ્ડ બૈલીના જજ અને ઈન્ગ્લેન્ડ અને વેલ્સના પહેલા ચીફ કોરોનર 78 વર્ષના સર પીટર થોર્ટને થોર્ન્ટને તેના વર્ષોના અનુભવ બાદ સમાજને મદદરૂપ થવાના આશયથી The later Year નામનું પુસ્તક લખ્યું છે જેના દ્વારા તેઓ કહેવા માગે છે કે દરેક વ્યક્તિએ તેની death file તૈયાર કરવી જરૂરી છે.
તેમના જણાવ્યા મુજબ આ માધ્યમથી તમે એક મુશ્કેલ પરિવાર ચર્ચાને સારી રીતે હળવી કરી શકશો, ઘણા માણસોને મૃત્યુ વિશે વાત કરતાં ડર લાગે છે પરંતુ તેઓના અભિપ્રાય મુજબ મૃત્યુ માટે તૈયારી કરવી એટલે મૃત્યુ નજીક જ છે એવું નથી પરંતુ છેલ્લા શ્વાસ સુધી સારી રીતે જીવવું અને પરિવાર માટે મુશ્કેલીઓ નિવારવી એ મહત્વનું છે.
Will - વસિયતનામું એ કાયદેસર રીતે જરૂરી નથી પરંતુ તમે જેને ચાહો છો એ પરિવારની અખંડતા માટે જરૂરી છે. તેઓના જણાવ્યા મુજબ death fileમાં જરૂરી વસ્તુઓ જેવી કે વસિયતનામાની કોપી, જન્મ અને લગ્ન સર્ટિફિકેટ, તમારા ડોક્ટર અને સોલીસીટર અને એકાઉન્ટન્ટનો સંપર્ક, તમારા ફાઇનાન્સ અને ઇન્સ્યુરનસની વિગતો અને અગ્નિસંસ્કાર વિધિ કેવી રીતે કરવી તેની છણાવટ અને બધા જ જરૂરી પાસવર્ડ હોવા જરૂરી છે.
જીવનના આખરી તબક્કાની તંદુરસ્તી માટે ત્રણ બાબતો મહત્વની છે. જેમ કે શારીરિક, માનસિક અને સામાજિક જીવનના છેલ્લા સમયમાં એકલવાયું જીવન વ્યક્તિને સારા ખોરાકનો અભાવ કે જરૂરી વ્યાયામનો અભાવ જેટલું જ નુકશાન કરી શકે છે, તો તમારા પરિચિત વ્યક્તિના સંપર્કમાં રહેવાથી તેમની સ્વસ્થતા સુધરી શકે છે.
આપણે સહુ પણ આપણા પરિવારને ભવિષ્યમાં મુશ્કેલી ઓછી નડે અને સ્વજનોને મદદરૂપ થવાના આશયથી આખરી સફરની તૈયારીઓ શરૂ ન કરી હોય તો એ બાબત વિશે વિચારવાની શરૂઆત કરવા માંડીએ.