લંડનઃ માત્ર ચાર મહિના પહેલા નવેમ્બરમાં £૭૬ મિલિયનની જેકપોટ લોટરી જીતનારા લિંકનશાયરના બોસ્ટનના બિલ્ડર એન્ડ્રયુ ક્લાર્ક અને તેની પાર્ટનર ટ્રીશ ફેરહર્સ્ટે ૧,૨૮,૦૦૦ પાઉન્ડની મેક લોરેન કાર સહિત છ કારનો કાફલો ખરીદવામાં ૬૬૦,૦૦૦ પાઉન્ડ ઉડાવી દીધા હતા.
એન્ડી ક્લાર્ક સ્થાનિક પોસ્ટ ઓફિસમાંથી લોટરી ટિકિટ ખરીદ્યા બાદ યુકેમાં જંગી રકમની લોટરીના ૧૨મા વિજેતા બન્યા હતા. એન્ડીના કારના કાફલામાં ૧૮૪,૦૦૦ પાઉન્ડની ફેરારી, ૧૨૧,૦૦૦ પાઉન્ડની પોર્શે ૯૧૧ ટર્બો, ૧૨૮,૦૦૦ પાઉન્ડની મેક લોરેન અને ૭૦,૦૦૦ પાઉન્ડની મર્સિડિઝનો સમાવેશ થાય છે. જોકે, ટ્રીશ તો યુરો મિલિયન્સ જીત્યા બાદ તેણે ખરીદેલી ૨૦,૦૦૦ પાઉન્ડની નિસાન ક્વાશકાઈ કાર જ ચલાવશે.


