જેહાદની ચરમસીમાઃ ચૂંટણીમાં મત આપવો પણ ગેરઈસ્લામી

Monday 05th June 2017 08:48 EDT
 

લંડનઃ શનિવારની રાત્રિના હત્યાકાંડમાં ઠાર મરાયેલા ત્રણ આતંકવાદીમાંથી એક સામાન્ય ચૂંટણીમાં મત આપવો પણ બિનઈસ્લામિક હોવાનું માનતો હતો. આ ત્રાસવાદી બાર્કિંગની જબિર બીન ઝાયદ મસ્જિદમાં હાજરી આપતો હતો. તેણે બે વર્ષ અગાઉ એક વખત ઈમામના પ્રવચનમાં બૂમો પાડી ચૂંટણીમાં મત આપવો બિનઈસ્લામિક હોવાનું કહ્યું હતું. આ માટે તેને મસ્જિદમાંથી કાઢી મૂકાયો હતો.

મસ્જિદમા મેનેજરે આ બાબતે કહ્યું હતું કે ‘બે વર્ષ અગાઉ, જબિર બીન ઝાયદ મસ્જિદમાં ઈમામ વોટિંગ વિશે પ્રવચન આપી રહ્યા હતા ત્યારે વચ્ચે દખલ કરીને આ વ્યક્તિએ કહ્યું હતું કે વોટિંગ ગેરઈસ્લામી છે અને આપણે મત આપવો ન જોઈએ. મેં તેને બાજુએ લઈ જઈ શાંતિ રાખવા જણાવ્યું હતું. તેણે મને કહ્યું કે આ ખુદાનું ઘર છે અને મારા પર તેના સિવાય કોઈની સત્તા ચાલશે નહિ. મેં તેને કહ્યું કે તારી વાત સાચી હશે પરંતુ, આ સ્થળનો ઈન્ચાર્જ હું છું.’

મેનેજરે કહ્યું હતું કે,‘તે વખતે તે લાંબા વાળ રાખતો હતો અને તેને ઈસ્લામ ધર્મ વિશે જાણકારી હોવાનું લાગ્યું ન હતું. આ ઘટના પછી તેને મસ્જિદમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો હતો અને તે ફરી દેખાયો પણ ન હતો.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter