ટાન્ઝાનિયાના સ્વાતંત્ર્યની હીરક જયંતી અને ગ્રેટ બ્રિટનમાં ત્યાંના બ્રિટિશ એશિયનોનો વસવાટ

Wednesday 02nd October 2019 03:15 EDT
 

પ્રિય વાચકમિત્રો,

આપણા કેન્યા સ્પેશિયલ મેગેઝિનને કોમ્યુનિટીના તમામ વર્ગોમાંથી સર્વેએ ઉષ્માપૂર્વક આવકાર સાથે વધાવી લીધું છે. આપ સહુએ આ વિશિષ્ટ મેગેઝિનના સહભાગી બનવામાં આપના અંગત અનુભવો તેમજ યાત્રાના વર્ણન કરવામાં આગળ આવીને જે અપ્રતિમ ઉમળકો અને ઉત્સાહ દર્શાવ્યા છે તે બદલ અમો આપના વિશેષ આભારી છીએ. વિલક્ષણ અને ઐતિહાસિક સહયોગ સાથે આ પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે, જેને અભૂતપૂર્વ સફળતા સાંપડી છે. આ સંદર્ભે આવો વધુ એક પ્રોજેક્ટ હાથ ધરવા માટે અસંખ્ય પત્રો અને મૂલ્યવાન સૂચનો અમને પ્રાપ્ત થયાં છે.

હવે અમે ઈસ્ટ આફ્રિકાના સૌથી મોટા દેશ ટાન્ઝાનિયા પર ધ્યાન કેન્દ્રિત કરવા ઈચ્છીએ છીએ, જે પોતાના કુદરતી સંસાધનો અને ખનિજ તત્વો (મિનરલ્સ)ના વિશાળ અનામતક્ષેત્રો માટે પ્રસિદ્ધ છે. અમારા આગામી આકર્ષણ સમાન અંક ‘ટાન્ઝાનિયા સ્પેશિયલ’ મેગેઝિનમાં ટાન્ઝાનિયાએ ૧૯૬૧ની નવમી ડિસેમ્બરે બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્રતા હાંસલ કરી તેની ૬૦ વર્ષની વિકાસયાત્રાની ઉજવણી કરવામાં આવશે.

આ મેગેઝિનમાં નિમ્નલિખિત બાબતોને સાંકળી લેવાનું આયોજન છેઃ

૧. અવિભાજિત ભારતમાંથી વ્યક્તિઓના ઈસ્ટ આફ્રિકા અને ખાસ કરીને ટાન્ઝાનિયામાં સ્થળાંતર અને વસવાટની કથાઓ.

૨. જર્મન સંસ્થાનમાં રહેલા પ્રદેશથી માંડી સ્વતંત્ર રાષ્ટ્ર બનવા સુધી ટાન્ઝાનિયાની સ્વાતંત્ર્ય ચળવળની તવારીખનો સમાવેશ.

૩. ટાન્ગાન્યિકા આફ્રિકન નેશનલ યુનિયન (TANU)ની સ્થાપનાની ચર્ચા તેમજ ટાન્ઝાનિયાના અર્થતંત્ર અને સમાજને એશિયનોના વિશેષ યોગદાન પર કેન્દ્રિત માહિતી.

૪. એશિયનો દ્વારા ટાન્ઝાનિયાના રાજકારણ, બિઝનેસ, એન્ટ્રેપ્રીન્યોરશિપ, આરોગ્ય, શિક્ષણ, પરોપકારિતા, સ્પોર્ટ્સ અને કોમ્યુનિટીની સેવા સહિતના ક્ષેત્રોમાં કરાયેલાં પ્રદાનને સ્થાન અપાશે.

આ સંદર્ભે આપનો સહયોગ આવશ્યક છેઃ

૧. આપ અમને તેઓની અંગત અને/અથવા મિત્રોની કોઈ પણ સંબંધિત માહિતી અથવા કથાઓ, યુકેમાં તેમના પરિવારના અનુભવો, બને તેટલા વેળાસર મોકલી આપવા વિનંતી કરીએ છીએ.

૨. જો આપની પાસે જાહેર અને રાજકીય જીવનમાં સ્થાન ધરાવતા લોકોની અનુભવસિદ્ધ સફળતાની કથા હોય, જો આવા એન્ટ્રેપ્રીન્યોર્સ અને પ્રોફેશનલ્સને જાણતા હો તો તેમનું વર્ણન લખીને મોકલી આપવા મહેરબાની કરશો.

૩. અમે આ વિશેષ પ્રકાશનમાં સ્પોન્સરશિપ, વિજ્ઞાપન અને એડવર્ટોરિયલ્સ મારફત આપની સહભાગિતા અને સમર્થનની પણ આશા રાખીએ છીએ.

તમે અમને [email protected] અથવા priyanka.mehta@ abplgroup.com પર લખીને મોકલી શકો છો અને અમે સત્વરે આપનો સંપર્ક કરીશુ.

આપનો

સી.બી. પટેલ

પ્રકાશક/તંત્રી

ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter