લંડનઃ ડિસેમ્બર ૨૦૧૭માં ૧૭ વર્ષીય ડ્રગ ડીલર આબ્દી અલીની હત્યા કરીને તેનો મૃતદેહ આઠ મહિના સુધી એટીકમાં છૂપાવી રાખવા બદલ નોર્થ લંડનના ૩૭ વર્ષીય ગેરી હોપકિન્સને ગુનેગાર ઠેરવવામાં આવ્યો હતો.
તેણે ન્યાયપ્રક્રિયાને અવરોધવાનો અને આબ્દી અલીના કાયદેસર દફનને અટકાવવાનો ગુનો કબૂલ્યો હતો. આ જ આરોપોનો સામનો કરી રહેલી તેની ૨૮ વર્ષીય પાર્ટનર સ્ટેસી ડોચેર્ટીને ઓલ્ડ બેઈલીની જ્યૂરીએ હત્યાના આરોપમાંથી મુક્ત કરી હતી. જ્યૂરીના સભ્યો અન્ય આરોપો બાબતે નિર્ણય પર પહોંચી શક્યા ન હતા તેથી તે પડતા મૂકાયા હતા. હોપકિન્સને ૨૬મી એપ્રિલે સજા સંભળાવવામાં આવશે.


