ટીનેજરે ક્રિસમસ ટ્રી જેવી હેરસ્ટાઇલ કરી

Tuesday 24th December 2019 02:12 EST
 
 

માન્ચેસ્ટરઃ ક્રિસમસ ટ્રી વિના નાતાલના તહેવારની ઉજવણી અધૂરી જ ગણાય પરંતુ, ૧૩ વર્ષની ટીનેજર પોપીને ક્રિસમસ સેલિબ્રેશન કરવું અઘરું પડી ગયું હતું. માન્ચેસ્ટર શહેરની પોપીએ પોતાનાં વાળમાં ક્રિસમસ ટ્રી જેવી હેરસ્ટાઈલ કરી, પણ તે જ્યારે આ હેરસ્ટાઈલ લઈને સ્કૂલે ગઈ ત્યારે તેને સ્પષ્ટપણે આ હેરસ્ટાઇલ કાઢી નાખવા અથવા તો ઘેર જતાં રહેવાનું કહેવામાં આવ્યું હતું.

પોપીએ સવારે ઉઠી અને પોતાની માતાને ક્રિસમસ ટ્રીની હેરસ્ટાઈલનો આઈડિયા જણાવ્યો હતો. તેણે માતાની સહમતિ પછી પ્લાસ્ટિકની બોટલથી હેરસ્ટાઇલ કરી અને તેમાં લાઇટિંગ પણ કરી હતી. જોકે, તેની સ્કૂલ માન્ચેસ્ટર હેલ્થ એકેડમીએ આ હેરસ્ટાઈલ કાઢી નાખવા અથવા તો ઘરે પાછાં જવા કહ્યું હતું. પોપીનાં ઘણાં મિત્રોએ તેની હેરસ્ટાઈલનાં વખાણ પણ કર્યા હતાં. જોકે, પોપીને સ્કૂલેથી ઘેર પાછાં જવું ન હોવાથી તેણે હેરસ્ટાઈલ કાઢી નાખી હતી. બીજી તરફ, સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, આવી હેરસ્ટાઈલ સ્કૂલ માટે યોગ્ય ન ગણાય, અમે તેને ઘેર જતાં રહેવાનું કહ્યું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter