ટોરી MP ઈમરાન અહમદ ખાનનો નિદ્રાધીન પુરુષ પર જાતીય હુમલો

Wednesday 06th April 2022 02:45 EDT
 
 

લંડનઃ ટોરી સાંસદ ઈમરાન અહમદ ખાને પાકિસ્તાનમાં નવેમ્બર 2010માં પાર્ટી પછી નિદ્રાધીન પુરુષ પર જાતીય હુમલો કર્યો હોવાની રજૂઆત સધર્ક ક્રાઉન કોર્ટ સમક્ષ કરાઈ હતી. પાર્ટીમાં બંનેએ કેનાબીસ અને વ્હિસ્કીનું સેવન કર્યું હતું. ખાન 2019માં વેસ્ટ યોર્કશાયરના વેકફિલ્ડના કન્ઝર્વેટિવ સાંસદ તરીકે ચૂંટાયા હતા. ટોરી સાંસદ કથિત ઘટના સમયે ફોરેન ઓફિસ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા.

ઈમરાન અહમદ ખાન સામે સધર્ક ક્રાઉન કોર્ટમાં જાન્યુઆરી 2008માં સ્ટેફોર્ડશાયરમાં 15 વર્ષના તરુણ પર સેક્સ્યુઅલ હુમલાની ટ્રાયલ ચાલી રહી છે. ખાને આ ટીનેજરને જિન પીવડાવી પરાણે ઉપરના માળે ઘસડી ગયા હતા અને પોર્નોગ્રાફી જોવા જણાવ્યું હતું અને પછી અશ્લીલ હરકતો શરૂ કરી હતી. સમલૈંગિક અને મુસ્લિમ સાંસદ ખાને જાતીય હુમલો કર્યાનો ઈનકાર કરી તે કેથોલિક તરુણની માત્ર કોણીને સ્પર્શ કર્યો હોવાનું જણાવ્યું હતું.

પ્રોસીક્યુટર સીન લાર્કીન QCએ જ્યૂરીના સભ્યોને ખાનને સાંકળતી પાકિસ્તાનની અન્ય ઘટના વિશે પણ જણાવ્યું હતું. કથિત પીડિત વ્યક્તિએઆ ઘટના વિશે બ્રિટિશ હાઈ કમિશન અને ફોરેન ઓફિસને પણ જાણ કરી હતી પરંતુ, ખાનના મિલિટરી અને પોલીસમાં મજબૂત સંપર્કો હોવાના કારણે પોલીસમાં ફરિયાદ કરી ન હતી. ખાન વિરુદ્ધ સેક્સ એસોલ્ટના આરોપ વિશે જાણી તે વ્યક્તિ સાક્ષી તરીકે કોર્ટમાં આવી હતી. તેણે જ્યૂરી સમક્ષ જણાવ્યું હતું કે તે ખાન સાથે પાકિસ્તાનના પેશાવર શહેરના ગેસ્ટહાઉસમાં એક રૂમમાં રહેતા હતા ત્યારે ખાને તેને સ્લિપિંગ પીલ્સ ઓફર કરી હતી. તે પાછળથી જાગ્યા ત્યારે ખાન તેની સાથે સેક્સકૃત્ય કરી રહ્યા હતા. આ વ્યક્તિએ ખાનને ધક્કો મારી શું કરે છે તેવો પ્રશ્ન કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter