અગ્રણી હાઈ સ્ટ્રીટ ટ્રાવેલ એજન્સી ટ્રાવેલિન સ્ટાઈલ ત્રણ દાયકા કરતાં વધુ સમયથી પરિચિત નામ બની રહેલ છે અને તેની શોપ ઓળખનાં સીમાચિહ્નરૂપ ગણાય છે. ટ્રાવેલિન સ્ટાઈલના ડાયરેક્ટર્સ વિકેશ અને અલ્પા શાહના જણાવ્યા અનુસાર આ દેખાઈ આવતી હાજરી સ્થાનિક કોમ્યુનિટીમાં ઊંડા મૂળ ધરાવવા સાથે એજન્સીને ગ્રાહકોમાં તત્કાળ ઓળખને પાત્ર બનાવે છે.
અલ્પાબહેન શાહ જણાવે છે કે,‘ અનિશ્ચિતતા અને ઓનલાઈન કૌભાંડોનાં આ વિશ્વમાં ગ્રાહકો માટે તેમના ટ્રાવેલ કન્સલ્ટન્ટને રૂબરુ મળી શકાય તે બાબત ભારે વિશ્વાસ વિશ્વાસ જગાવનારી બની રહે છે. લોકો મોટા ભાગે નોંધપાત્રપણે નાણા સંકળાયેલા હોય તેવી જે મહત્ત્વપૂર્ણ અને ખૂબ રોમાંચક ખરીદીઓ કરે છે તેમાં એક બાબત હોલીડેઝ માટે બૂકિંગ કરાવવાની પણ છે. આ માનવીય આદાનપ્રદાનથી વિશ્વાસનું નિર્માણ થાય છે, સલામતીની ઓફર મળે છે અને કશું વિશિષ્ટ આયોજન કરવાના રોમાંચમાં સહભાગીતા સર્જાય છે.’
ટ્રાવેલિન સ્ટાઈલ માને છે કે ટ્રાવેલ એજન્સીની ફીઝિકલ ઉપસ્થિતિ કે વાતાવરણ વિશેષતા ધરાવે છે. સ્માર્ટ શોપફ્રન્ટ્સ, સ્પષ્ટ દેખાતી સાઈનેજ અને સારી રીતે રજૂ કરાયેલા ડિસ્પ્લેથી આવકાર આપતી છબી ઉપસાવવામાં મદદ મળે છે જે લોકોને આકર્ષે છે. આમ છતાં, વિકેશ અને અલ્પા શાહ ભારપૂર્વક સ્પષ્ટ કરે છે કે ખરેખર તો અંદર બેઠેલા લોકો જ ટ્રાવેલ એજન્સીની અન્યોથી અલગ પાડતી સાચી છાપ ઉપસાવે છે. તેઓ ઉમેરે છે કે, ‘ભવિષ્ય તરફ નજર કરતા અમે માનીએ છીએ કે હાઈ સ્ટ્રીટ ટ્રાવેલ એજન્સીનું ભાવિ ઉજ્જ્વળ છે.
જ્યારે ઘણા બિઝનેસીસ ચહેરાવિહોણા, માત્ર ડિજિટલ આદાનપ્રદાન તરફ આગળ વધી રહ્યા છે ત્યારે કસ્ટમર્સ માનવીય સ્પર્શને વધુ પ્રમાણમાં મહત્ત્વ આપી રહ્યા છે.અમારા ક્લાયન્ટ્સ વ્યક્તિગત સેવા સ્થાનિક કૌશલ્ય અને તેઓ પોતાની હોલીડેઝની યોજના કોના ભરોસા પર બનાવી રહ્યા છે તે જાણવા થકી આવતા આત્મવિશ્વાસની ઈચ્છા રાખે છે.’


