ડીવાઇન ડાન્સીંગ : એક અદ્ભૂત અનુભૂતિ

- જ્યોત્સના શાહ Tuesday 03rd November 2015 09:17 EST
 

શનિવાર તા. ૩૧ અોક્ટોબર ૨૦૧૫ની સાંજે ભારતીય વિદ્યાભવનના વિધાર્થીઅો દ્વારા પ્રસ્તુત “ડીવાઇન ડાન્સીંગ”નો કાર્યક્રમ ભવનના અોડીટોરીયમમાં જોવાનો લ્હાવો મળ્યો. કથ્થક, એડીસ્સી અને ભારત નાટ્યમ્ અાદી નૃત્ય શૈલીઅોમાં રજુ થયેલ અા કાર્યક્રમે સૌના મન મોહી લીધા હતા. પ્રથમ ભાગમાં શીવ-પાર્વતી થીમ અાધારિત નૃત્યોની રજુઅાત શ્રી ગણેશજીની સ્તુતીથી થઇ. ઘડીભર કૈલાસ પર્વત પર પહોંચી ગયાની, શિવ-પાર્વતીના લગ્નમાં સામેલ થયાની અનુભૂતિ થઇ જેને શબ્દોમાં વર્ણવી શકાય નહિ! એ તો અનુભૂતિનો વિષય છે. એ જ રીતે બીજા ભાગમાં ભગવાનશ્રી કૃષ્ણના જીવન અાધારિત નૃત્યોમાં ગોપીઅોને ઘેલી કરનાર બંસુરીના નાદનો જાદુ, મહાભારતમાં દ્રૌપદીના ચીરહરણ, શ્રી કૃષ્ણે કાળીયા નાગને નાથ્યો વગેરે પ્રસંગો નિહાળતા એ યુગમાં ક્યારે સરી ગયા એનું ભાન પણ દર્શકોને ન રહ્યું!

સમધુર સંગીત સભર ગીતો, રંગબેરંગી પહેરવેશ, શીંગાર અને અદ્ભૂત હાવભાવ, જે તે પાત્ર સાથે મય થઇ જવાની કલાનો કરિશ્મા જોઇ મોંમાંથી વાહ…વાહ….ના ઉદ્ગાર અાપોઅાપ સરી જાય એવા અા નૃત્યો નિહાળી પ્રેક્ષકોને ધન્યતાનો અનુભવ થયો. અા અાધ્યાત્મિક નૃત્યોએ જાણે કે સ્વર્ગલોકની સૈર કરાવી.

અા ડીવાઇન ડાન્સીંગના નિર્માત્રીઅો જયશ્રીબેન રાજકોટીયા અને પાર્વતીબેન નાયર હતાં. કમાલની કોરીયોગ્રાફી ભવનના ગુરૂઅો સર્વશ્રી પ્રકાશ વડગુડ્ડે, અભયશંકર મિશ્રા અને શ્રીમતી ઉર્બી બાસુની હતી. એના સ્પોન્સરર શ્રી જોગીન્દર સંગર સહિત અનેકોના સાથ સહકારથી સકાર થયેલ ડીવાઇન ડાન્સીંગના ત્રણેય કાર્યક્રમો હાઉસફૂલ રહ્યા.

ભારતીય કલા-સંસ્કૃતી-ભાષાના પ્રચાર-પ્રસાર દેશવિદેશમાં કરતી સંસ્થા, એના ચેરમેન ડો. નંદકુમાર અને કમિટી સભ્યો સૌને અભિનંદન અાપવા ઘટે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter