ડેન્ટિસ્ટ અનિકા વાલિયા મિસ ઈંગ્લેન્ડની ગ્રાન્ડ ફાઈનલમાં

Wednesday 24th July 2019 03:13 EDT
 
 

લંડનઃ મિડલસેક્સની ૨૩ વર્ષીય ડેન્ટિસ્ટ અનિકા વાલિયાએ મિસ ઈંગ્લેન્ડની ગ્રાન્ડ ફાઈનલમાં સ્થાન હાંસલ કર્યું છે. મિસ ઈંગ્લેન્ડ ગ્રાન્ડ ફાઈનલ સ્પર્ધાનું આયોજન સિટી ઓફ ન્યુકેસલમાં ૩૧ જુલાઈ અને પહેલી ઓગસ્ટ એમ બે દિવસ માટે કરવામાં આવ્યું છે જેમાં સ્પર્ધકો માટે અલગ અલગ રાઉન્ડ્સ છે.

અનિકાએ મિસ ઈંગ્લેન્ડ સેમિ ફાઈનલ્સમાં અત્યાર સુધી ચેરિટી માટે સૌથી વધુ ભંડોળ એકત્ર કરવા બદલ મિસ ચેરિટી ક્વીનનું ટાઈટલ પણ મેળવ્યું હતું. તેણે સમગ્ર વિશ્વમાં કચડાયેલાં બાળકોની મદદ કરતી બ્યૂટી વિથ એ પરપઝ ચેરિટી માટે ૪૦૦૦ પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરી હતી.

અનિકાએ પોતાની અનિકા‘ઝ ફૂડ ચેરિટી (AFC) પણ સ્થાપી છે. અનિકા પોતાની ચેરિટી મારફત કચડાયેલાં તેમજ ઘરવિહોણાં, નિર્વાસિત બાળકો અને પરિવારોને ભોજન તેમજ બ્લેન્કેટ્સ, સેનેટરી કિટ્સ,સ્લીપિંગ બેગ્સ સહિત પાયાની જરુરિયાતોનું વિતરણ કરે છે. તેણે સીવી રાઈટિંગ ક્લાસ અને કૂકિંગ ક્લાસ જેવી કામગીરી સાથે લોકોને સમાજમાં પુનર્સ્થાપિત કરવામાં મદદ કરી છે. તેણે ભારતમાં કચડાયેલાં બાળકોને શૈક્ષણિક ખર્ચ, ડેન્ટલ અને તબીબી સારવારની ફી જેવી કામગીરીમાં મદદ કરી છે. તેની ચેરિટીનો આગામી પ્રોજેક્ટ ભારતના હરિયાણા રાજ્યના ફરિદાબાદ શહેર નજીક સેનેટરી પેડ બનાવતું મશીન મૂકવાનો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter