ડો. દિવ્યાન પટેલ એલુમની એન્ટ્રેપ્રીન્યોર એવોર્ડના વિજેતા જાહેર

Wednesday 11th June 2025 06:09 EDT
 
 

લંડનઃ ડો. દિવ્યાન નરેન્દ્ર પટેલને 22 મે, 2025ના રોજ એલુમની એન્ટ્રેપ્રીન્યોર એવોર્ડના વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ સેન્ટર ફોર એક્સેલન્સ ઈન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈન એજ્યુકેશન દ્વારા એનાયત કરાય છે. એવોર્ડના વિજેતા તેમજ તેમના ગર્વશાળી પેરન્ટ્સ નરેન્દ્રભાઈ અને નિરુપાબહેન પટેલને ખાસ અભિનંદન.

આ એવોર્ડ તાજેતરમાં પોતાની કારકિર્દીમાં અને ખાસ કરીને શિક્ષણક્ષેત્રમાં AI સંબંધિત નફાકારી સાહસોમાં નોંધપાત્ર સફળતા અથવા ઝડપી વિકાસની સિદ્ધિ હાંસલ કરનારા ગ્રેજ્યુએટ્સને બિરદાવે છે. સ્પર્ધાત્મક શોર્ટલિસ્ટમાંથી ડો. પટેલની પસંદગી કરાઈ હતી અને પ્રેસિડેન્ટ અને પ્રિન્સિપાલ પ્રોફેસર કોલિન બેઈલી દ્વારા એવોર્ડ એનાયત કરાયો હતો.

ડો. પટેલે જણાવ્યું હતું કે, ‘ તમારા બધાની વચ્ચે મારી પસંદગી થવી તે બહુમાન છે, એવોર્ડનો સ્વીકાર મારા ખુદ માટે નહિ, પરંતુ Trust Alની સહસ્થાપનામાં રહેલી મારી અભૂતપૂર્વ ટીમ વતી પણ કરી રહ્યો છું. અમે ક્લિનિકલ કો-પાયલટ, સ્માર્ટ અને રીઅલ-ટાઈમ સહાયકનું નિર્માણ કર્યું છે જે ડેન્ટિસ્ટ્સને વધુ ચોકસાઈ સાથે નિદાન કરવામાં, સારવાર પ્લાનના સર્જન તેમજ અસામાન્ય ઝડપ અને સ્પષ્ટતા સાથે ક્લિનિકલ નોટ્સ પૂર્ણ કરવામાં મદદ કરે છે. માત્ર બે મહિનામાં પાંચ ખંડના 2000થી વધુ ડેન્ટિસ્ટ્સ આ પ્લેટફોર્મ સાથે જોડાયા છે.

જોકે, માત્ર ઈનોવેશન પૂરતું નથી. તેની અસર પણ થવી જોઈએ. આથી જ, અમે અમારી કંપનીની ઈક્વિટીનો અર્થસભર હિસ્સો કૈલાસ સત્યાર્થી ફાઉન્ડેશનને ફાળવ્યો છે જેથી બાળમજૂરીનો અંત અને તેમને શિક્ષણસુવિધા પૂરી પાડવાના પ્રયાસોને મદદ કરી શકાય.

ડો. પટેલે આ એવોર્ડ ફિનિશ લાઈન નહિ હોવાનું જણાવી તેમના માતાપિતા, પત્ની, ક્વીન મેરી યુનિવર્સિટી ઓફ લંડન, કંપનીના સહસ્થાપકો સહિત આ સફળતાના સહુ સહભાગીદારો પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો.,


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter