ડો. નિકેશ કોટેચાની ક્વીન્સ બર્થડે ઓનર્સમાં OBEથી કદર થઈ

Wednesday 21st June 2017 06:28 EDT
 
 

લંડનઃ મોર્નિંગસાઈડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના સીઈઓ ડો. નિકેશ (નિક) કોટેચાને ક્વીન્સ બર્થડે ઓનર્સ લિસ્ટમાં OBE (ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર) ઈલકાબની નવાજેશ કરવામાં આવી છે. ડો. કોટેચાને આ OBE ઈલકાબ ઉદ્યોગસાહસિકતા ક્ષેત્રની સેવા તેમજ ફાર્માસ્યુટિકલ સર્વિસીસમાં પહેલ અને પરગજુતાની કદરરુપે આપવામાં આવ્યો છે.

લેસ્ટરશાયરના લફબરોમાં આવેલી મોર્નિંગસાઈડ ફાર્માસ્યુટિકલ્સ NHS ટ્રસ્ટ્સ, હોલસેલર્સ અને ફાર્મસીસને MHRAલાયસન્સ્ડ જેનરિક દવાઓની વિવિધ શ્રેણીઓમાં પુરવઠો પૂરો પાડે છે. તેમણે ૮૦થી વધુ દેશમાં ફાર્માસ્યુટિકલ્સ, તબીબી ઉપકરણો, હોસ્પિટલમાં વપરાશી વસ્તુઓ અને ડાયાગ્નોસ્ટિક ટેસ્ટ્સનો પુરવઠો આપવાની સફળ કામગીરી બજાવી છે. ગત વર્ષે એશિયન એચિવર્સ એવોર્ડ્સમાં ડો. નિક કોટેચા બિઝનેસ પર્સન ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter