ક્રોલી ખાતે તા. ૯-૧૨-૨૦૧૫ના રોજ ડો. ભાનુશંકર (ધ ડોક) છાયાએ ૧૦૦મા જન્મ દિનની ઉજવણી કરી હતી. તેમણે પોતાના સુદીર્ઘ આયુષ્ય માટે શાંત સ્વભાવ, પ્રવૃત્ત જીવન અને આરોગ્યપ્રદ ભોજન જવાબદાર હોવાનું જણાવ્યું હતું. સોમા જન્મ દિનની ઉજવણી પ્રસંગે તેમને પાઉન્ડ હિલ સર્જરીના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
ધ ડોકના હુલામણા નામે જાણીતા ડો. ભાનુપ્રસાદે અમદાવાદથી ૧૯૪૧માં સર્જન અને ફીજીશીયન તરીકે ડીગ્રી મેળવી હતી અને તેમણે ભારત અને આફ્રિકામાં મલ્ટી ડીસીપ્લીન્ડ ક્રાઉન એજન્ટ એટલે કે જીપી તથા એમડી તરીકે સેવાઅો આપી હતી. તેઅો નિવૃત્તી પહેલા ૧૯૮૫માં ઇંગ્લેન્ડ આવ્યા હતા અને ૮૦ના દાયકામાં તેમણે ગ્રેટ અોર્મન્ડ સ્ટ્રીટ ખાતે થી હોમીયોપેથી મેડીસીનનો અભ્યાસ કર્યો હતો. તેમને ૯૨ વર્ષની વય સુધી ચેસ, ગોલ્ફ (ટીલગેટ ખાતે), સ્વીમીંગ અને ડ્રાઇવીંગ ચાલુ રાખ્યું હતું. તેઅો આજે પણ ફોન ઉપરાંત ટેક્સ્ટ મેસેજ દ્વારા મિત્રો સાથે સંપર્કમાં છે. ગુર્જર હિન્દુ યુનિયન ક્રોલીની ગવર્નીંગ બોડી દ્વારા ડો. ભાનુશંકર છાયાને શુભેચ્છાઅો પાઠવવામાં આવી હતી.